BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ એલસીબીએ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી થયેલી રિક્ષા ચોરી મામલે બે શખ્સોને ઝડપી પાડ્યા

ભરૂચ એલસીબીએ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી થયેલી રિક્ષા ચોરી મામલે બે શખ્સોને ઝડપી પાડ્યા

સમીર પટેલ, ભરૂચ

અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ઑટો રીક્ષા ચોરીના ગુનાનો ભેદ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે.ટીમે ભરૂચના પગુથણ ગામ રોડ ઉપરથી ચોરીની બે રીક્ષા સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.

ભરૂચ LCBના પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન પીએસઆઈ ડી.એ.તુવર તેમની ટીમ સાથે ચાવજથી ટંકારીયા જતા રોડ ઉપર ખાનગી વાહનમાં રાત્રી દરમ્યાન પેટ્રોલીંગમાં હતા,તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળી હતી કે “પીળા હુડ વાળી લીલા કલરની ઓટો રિક્ષા જેની નંબર પ્લેટ તુટેલી છે તે શંકાસ્પદ છે આ રિક્ષા લઈ બે ઈસમો પરીએજ ગામથી ભરૂચ તરફ આવે છે.આ આધારે ટીમે પગુથણ ગામ પાસે વોચમા રહી માહિતીવાળી રીક્ષા આવતા તેને પકડી લીધી હતી.

પોલીસે કુલ 98,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો રિક્ષામાં સવાર ઈમ્તીયાઝ યાકુબ વલ્લી પટેલ અને સમસુદ્દીન ઈબ્રાહીમ અલ્લી ડેમાને ઝડપી પાડી તેમની કડક પુછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ આ રીક્ષા અમદાવાદ શહેરના અલગ- અલગ વિસ્તારો માંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે ઑટો રીક્ષા ચોરી કરનાર બે ચોર ઈસમો ને ચોરીની બે ઓટો રિક્ષા તથા અંગઝડતીના મોબાઈલ નંગ 02 સહિત કુલ કિંમત રૂપિયા 98,500 નો મુદ્દામાલ કબ્જે કરી,બન્ને આરોપીઓ વિરુધ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની સંલગન કલમ મુજબ કાર્યવાહી કરી છે.વધુમાં અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!