
કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા સુંદર વાડી ખાતે શ્રી લોહાણા મહા પરિષદ રિઝ્યોનલ ઝોન 3 તથા શ્રી લોહાણા મહાજન કેશોદ પ્રેરિત અને રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો રઘુવંશી સોશિયલ ગ્રુપ ના પ્રમુખ મનીષ રાયચડા ના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ ધોરણ 9 થી માસ્ટર ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય તેઓને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શીલ્ડ તથા પ્રશસ્તિ પત્ર ના સ્પોન્સર સાંગાણી હોસ્પિટલ ના ડો અજય સાંગાણી રહ્યા હતા તેમ જ દરેક વિદ્યાર્થીઓને નોટબુક લોહાણા ક્રાંતિ સેના દ્વારા આપવામાં આવેલ હતી કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી શાબ્દિક સ્વાગત દિનેશભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવેલું હતું ત્યારબાદ લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લુકકા તથા મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ હતું પ્રાસંગિક ઉદબોધનમાં ડો સ્નેહલ તન્ના એ જણાવેલ કે વિદ્યાર્થીના સન્માનથી તેમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે કાર્યક્રમનું સફળ સંચાલન ચેતન રાજા દ્વારા કરવામાં આવેલું હતું
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




