BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરુચ: પોલીસે 4 જેક લગાવી ટ્રક ઉંચકી, મહિલાનો દબાયેલો પગ બહાર કાઢ્યો પણ જીવ ન બચ્યો.

જાંબુઆ ખાતે રહેતાં વિનોદ ડામોર તેમની પત્ની રેના તેમજ 4 મહિનાના સંતાન સાથે બાઇક પર સુરત જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં અંક્લેશ્વર હાઇવે પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં રોડ પરના ખાડાઓને કારણે કે પછી પાછળ આવતી ટ્રકની ટક્કરથી કે અન્ય કોઇ કારણસર વિનોદ ડામોરે તેમનું સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં બાઇક પર પાછળ બેસેલી તેમની પત્નીનું સંતુલન નહીં રહેતાં નીચે પટકાઇ હતી. જ્યારે તેના હાથમાંથી 4 મહિનાનું બાઇક પણ ફેંકાઇ ગયું હતું. દરમિયાનમાં પાછળ આવતી ટ્રકનું ટાયર મહિલાના પગ પર ચઢી ગયું હતું. ઘટનાને પગલે ઊહાપો થતાં થોડે દૂર ટ્રાફિક નિયમનની કામગીરી કરતાં ટ્રાફિક પોલીસના પીઆઇ ભાવના મહેરિયા તેમજ તેમની ટીમ તુરંત ત્યાં દોડી આવી હતી. તેમણે જોતાં મહિલાનો એક પગ ટ્રકના પાછળના જોડિયા ટાયર નીચે દબાયેલો દેખાતાં તેમણે તુરંત એકશનમાં આવી આસપાસના અન્ય વાહનોમાંથી જેક કાઢી 4 જેકથી મદદથી ટ્રક ઉંચી કરી તેનો પગ બહાર કાઢ્યો હતો. બીજી તરફ પોલીસે ફેંકાઇ ગયેલાં 4 મહિનાના બાળકને ઉંચકી તેને સલામતીની હૂંફ આપી હતી. પોલીસે મહિલાનો જીવ બચાવવા માટેના તમામ પ્રયાસ કરી તેને તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડી હતી.જોકે, ત્યાં તેનું મોત થયું હતું.

સમીર પટેલ…..ભરુચ

Back to top button
error: Content is protected !!