BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: પોલીસ વિભાગ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પઈન અંતર્ગત સેમિનાર યોજાયો..

ભરૂચ પોલીસ દ્વારા ચાલી રહેલ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચની જે.પી.કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવ્યું આયોજન

નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પઈન અંતર્ગત યોજાયો સેમિનાર, સેમિનારમાં અપાયું માર્ગદર્શન

શાળાના આચાર્યો અને શિક્ષકોને માર્ગદર્શન અપાયું, કલેકટર તુષાર સુમેરા રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારાનો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જે.પી. કોલેજ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું યુવાધનને ખોખલા કરતા ડ્રગસના દૂષણ સામે ભરૂચ પોલીસ દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે. ભરૂચ પોલીસ દ્વારા ચાલી રહેલ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચની જે.પી.કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસવાડા મયુર ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા સેમિનારમાં ભરૂચની વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આચાર્યો અને શિક્ષકોને શાળાના બાળકોને કઈ રીતે ડ્રગસથી દૂર રાખી શકાય તેમજ ડ્રગ્સ અંગેની કાયદાકીય જોગવાઈઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

સમીર પટેલ, ભરૂચ

Back to top button
error: Content is protected !!