BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ભરૂચ પ્રિમિયર લીગ સીઝન-4 નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ભરૂચની ખાનગી હોટલ ખાતે આઠ ટીમના માલિકો દ્વારા બે આઇકોન ખેલાડીની પસંદગીની પ્રક્રિયા યોજાઈ હતી.

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના શહેર અને ગ્રામ્ય કક્ષાના ખેલાડીઓને ક્રિકેટના મેદાનમાં રમવા માટે એક નવું પ્લેટફોર્મ મળી રહે તે માટે ભરૂચ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન હમેશા પ્રયત્નો રહેલા છે.જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયમ લિંગ સિઝન – 4નું આયોજન કરાયું છે.જેમાં ભરૂચની નિશાંત મોદી એમ 11, મયુરી, ભજ્જુવાલા યુથ વોરિયર્સ, જોલવા નસીબ સ્ટાર્સ, પ્રેરણા સુપર નાઈટ, ગુજરાત લાયન્સ,ડ્યુરાકોન ડિસ્ટ્રોયર,વાગરા વોરિયર્સના ટીમના માલિકોની હાજરીમાં યોજાયું હતું.

જેમાં આઠ ટીમના માલિકો પૈકી પ્રથમ ચિઠ્ઠી નાખીને આઇકોન ખેલાડીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં તમામ આઠ ટીમના માલિકોએ પોતાના આઈકોન ખેલાડીની એક પછી એક પસંદગી કરી હતી. આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ ભરૂચ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ અને ભરૂચનું ગૌરવ એવા ઇન્ટરનેશનલ ખેલાડી મુનાફ પટેલ પણ ખિલાડીઓને માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કરવાની ભૂમિકા અદા કરશે.આ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા ભરૂચની મયુરી સ્ક્વેર ખાતે કરવામાં આવી હતી.જેમાં ભરૂચ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતદાર, ઇસતિયાક પઠાણ, વિપુલ ઠક્કર સહિતના સભ્યો અને શુભેરછકો ઉપસ્થિત રહ્યા હતા..

Back to top button
error: Content is protected !!