BHARUCHGUJARAT

ભરૂચ : ‘રાષ્ટ્રીય અંધજન મંડળ’ ભરૂચ-નર્મદા શાખા દ્વારા ૧૫૦ અંધજનોને અનાજ-કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ‘રાષ્ટ્રીય અંધજન મંડળ’ ભરૂચ-નર્મદા શાખા દ્વારા ૧૫૦ અંધજનોને અનાજ-કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૨/૦૪/૨૦૨૪

 

‘રાષ્ટ્રીય અંધજન મંડળ’ ભરૂચ-નર્મદા શાખા દ્વારા તેમજ ડેક્કન ફાઈન કેમિકલ ઇન્ડીયા પ્રાઈવેટ લીમીટેડના સંયુક્ત ઉપક્રમે હોળી-ધૂળેટી તહેવાર પહેલા ૧૫૦ અંધજનોને અનાજ-કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

ભરૂચ-નર્મદા જિલ્લામાં દરેક દિવ્યાંગજનોને મદદરૂપ થવાના ધ્યેય સાથે ‘રાષ્ટ્રીય અંધજન મંડળ’ ભરૂચ-નર્મદા જિલ્લા શાખા તેમજ ડેક્કન કંપની દ્વારા CSR હેઠળ ભરૂચ ખાતે આદિત્ય કોમ્પલેક્ષમાં તેમની કચેરીથી હોળી-ધૂળેટી પર્વ પહેલા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા શાખાના પ્રમુખ તેમજ પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયા,ઉપપ્રમુખ વિનોદભાઈ છત્રીવાલા, સહમંત્રી હરીશભાઈ એન.વ્યાસ, ડેક્કન કપનીના મેનેજર એચ-આર.રાહુલ શાહ,કેતનભાઈ શાહ,એડમીન-હિમાંશુભાઈ પંડ્યા,એક્સક્લુઝિવ QC-જયમાત સોજીત્રા,એક્સક્લુઝિવ QA-શ્વેતા પટેલ,માયાબેન અગ્નિહોત્રી તેમજ કિન્નરીબેન ઉપસ્થિત રહીને ભરૂચ-નર્મદા જિલ્લામાં લાભાર્થીઓને હોળી-ધૂળેટી તહેવારોમાં અમે સૌ ભાગીદાર બનીને બંને જીલ્લાનાં ૧૫૦ અંધજનોને અનાજની કીટ આપવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!