BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: રીક્ષા એશોસિએશન દ્વારા મહંમદ પૂરા ખાતે ખરાબ રોડ રસ્તા મુદ્દે ધરણા પ્રદર્શન, પાલિકા વિપક્ષ નેતા અને ભાજપ ની મીલીભગત હોવાના આબિદ મિર્ઝા ના આક્ષેપ…


સમીર પટેલ, ભરૂચ

પરમિશન વિના ધરણા કરવા નીકળેલા રીક્ષા એશોસિએશનના પ્રમુખ તેમજ કોંગ્રેસ ના નેતાઓને પોલીસે ધરણા ન કરવા દીધા…

જોકે કોંગ્રેસ ના નેતાઓ સમર્થન માં આવ્યા પણ વિપક્ષ નેતા પર આબિદ મિર્ઝા એ નિશાન સાધ્યું…

અમુક વિજ્ઞસંતોષી લોકો આવા આક્ષેપ કરે અમે પ્રજાના કામ કરતા રહીશું: સમસાદ અલી સૈયદ..

ભરૂચ શહેર સહિત જિલ્લામાં અનેક સ્થળોએ રસ્તાઓ ની હાલત ખખડધજ છે ખખડધજ રસ્તાઓના કારણે અનેક અકસ્માતો પણ થતા હોય છે સાથેજ ખરાબ રસ્તાઓને કારણે વાહનોને પણ નુકસાન થતું હોય છે પરંતુ પક્ષ વિપક્ષ ના કારણે અમુક રસ્તાઓનું સમારકામ તેમજ નવીનીકરણ થતું ન હોવાના આક્ષેપ સાથે આજરોજ રીક્ષા એશોસિએશન ના પ્રમુખ દ્વારા મહંમદ પુરા સર્કલ નજીક ધરણા પ્રદર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શહેર કોંગ્રેસ તેમજ અન્ય લોકોએ સમર્થન જાહેર કરી વિરોધ પ્રદર્શન માં જોડાયા હતા પરંતુ રીક્ષા એસોસિએશન ના પ્રમુખ ને ધરણા પ્રદર્શન ના કાર્યકર્મ ની પરવાનગી મળી ન હતી છતાં ધરણા ચાલુ થતા પોલીસે આવી રીક્ષા એશોસિએશન પ્રમુખ તેમજ કોંગ્રેસ ના નેતાઓ ને ધરણા કરવા દીધા ન હતા જોકે હરહંમેશ મીડિયા માં છવાઈલા રહેવા માંગતા રીક્ષા એશોસિએશન પ્રમુખ એ મીડિયા સમક્ષ નિવેદન માં કોંગ્રેસના નેતા ની હાજરીમાજ નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને વિપક્ષ નેતાના ભાજપ સાથે મિલીભગત હોવાના આરોપ લગાવી દેતા સમગ્ર મામલો ભારે ગરમાયો હતો.

સમગ્ર મામલે પાલિકાના વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે વિપક્ષ હરહમેશ પ્રજાના પ્રશ્નો માટે લડત આપતી આવી છે અને આવા અમુક વિજ્ઞસંતોષી લોકો કોંગ્રેસ ને બદનામ કરવા ના પ્રયાસ કરે છે અમે પ્રજાના પ્રશ્નોને વાચા કેમ આપવી એ કામ કરી કોંગ્રેસ ને બજબૂત બનાવવાનું કામ કરીએ છે.

 

Back to top button
error: Content is protected !!