BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ:- રાજસ્થાનના સિક્કર જીલ્લા થી 4500 kms ચાલીને બાર જ્યોતિર્લિંગ યાત્રા માટે નીકળ્યા…

સમીર પટેલ, ભરૂચ

રાજસ્થાનના સિક્કર જીલ્લા થી 4500 kms ચાલીને આવતા એક ડીલેવરી બોય અભિષેક શર્મા બાર જ્યોતિર્લિંગ ની યાત્રા માટે નીકળ્યા છે જે આજરોજ ભરૂચ નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે પધાર્યા છે તો તેમનું સ્વાગતનું ભરૂચમાં ખાતે જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવા માં આવેલ છે.

અભિષેક શર્માના આ પદયાત્રાનો ઉદ્દેશ્ય એ છે કે એ લોકોને વધામાં વધારે વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કરવા માંગે છે અને આજના યુવાઓ જે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરીને પોતાનો ટાઈમ વ્યર્થ કરી રહ્યા છે એમને ધર્મ પ્રત્યેની પોતાની આસ્થા જગાવા માટે અને ધર્મ પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વધારવા માટે પ્રેરણા આપે છે.
સાઈક્લિસ્ટ શ્વેતા વ્યાસે આ યાત્રા નિર્વિઘ્ન અને સફળતા પૂર્વક પૂર્ણ થાય તેવી શુભકામના પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!