પ્રાકૃતિક ખેતી અંગે બોરભાઠાબેટના ખેડૂતો માટે તાલીમ શિબિર યોજાઇ…
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૨૧/૦૬/૨૦૨૪
ભરૂચ – ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. હવે ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ વગર એટલે કે ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. આપણાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપી રહ્યાં છે. પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ઉન્નત ભાવિના દ્વાર ખોલે તે માટે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.
જે અન્વયે ભરૂચ જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા, ખેતીવાડી, બાગાયત અને
પશુપાલન ખાતા તેમજ સીએસઆર અંતર્ગત કૃષિ પહેલના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ખેતી અધિકારી પ્રવીણ માંડણીનાં અધ્યક્ષસ્થાને જિલ્લાના અલગ -અલગ સ્થળોએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી અને માર્ગદર્શન આપતી શિબિર યોજાઈ રહી છે. અંકલેશ્વર તાલુકાના બોરભાઠાબેટ ખાતે ખેતીવાડી ખાતાના અધિકારી દ્વારા પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામ સેવકો, વિસ્તરણ ની ટીમ દ્વારા ખેડૂતોને ઝેરમુક્ત ખેતી કરવા પ્રોત્સાહિત થયા છે.



