આજથી નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા પર ૩-દિવસીય ટ્રેનીંગ વર્કશોપ શરૂ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
*યુનિવર્સિટી સ્ટાર્ટઅપ સેલ દ્વારા અસ્પી નુતન એકેડેમી, મુંબઈ સાથે સંયુકતપણે સૌપ્રથમ મેગા ઇવેન્ટ*
*યુનિવર્સિટીના ૩ નામાંકિત ટ્રેનર્સ દ્વારા તાલીમ, ૩ કૃષિ ઉદ્યોગસાહસિકો સાથે સંવાદ અને ૫ પ્રોજેક્ટ્સની વિઝીટ*
વિશ્વના સૌથી યુવા દેશ ભારતનું “Demographic Dividend” અને સૌથી મજબૂત આધારસ્તંભ ગણાતો યુવાવર્ગ રોજગારી શોધવાના પ્રયત્નો કરવાની જગ્યાએ રોજગારીનું સર્જન કરે તે માટે “ડેસ્પરેટ જોબ સીકર” ની જગ્યાએ “પ્રોગ્રેસીવ જોબ ક્રીએટર-જોબ ગીવર” ની માનસિકતા વિકસાવીને નવિનતમ સાહસ શરૂ કરે તે સાંપ્રત સમયની માંગ છે. આ દિશામાં કૃષિપ્રધાન દેશ ભારતમાં કૃષિ અને સંલગ્ન શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ વિચારતા થાય તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઉભરતા ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ ફાઉન્ડર્સ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મળી રહે તે માટે યુનિવર્સિટી સ્ટાર્ટઅપ સેલ ખુબજ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ, અસ્પી ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી કિરણભાઈ એલ. પટેલ તથા અસ્પી નુતન એકેડેમી, મુંબઈના સહયોગથી વિદ્યાર્થીઓ માટે “ઇગ્નાઈટીંગ યંગ માઈન્ડસ ફોર ઇનોવેશન એન્ડ આન્ત્રપ્રીન્યોરીયલ ઓપોર્ચ્યુંનીટીઝ ઇન એગ્રીકલ્ચર એન્ડ એલાઈડ સેક્ટર્સ” વિષય પર આગામી તા.૨૦-૨૧-૨૨ નવેમ્બર-૨૦૨૪, ત્રીદિવસીય ટ્રેનીંગ વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અસ્પી નુતન એકેડેમી, મુંબઈના ઇન્ટરનેશનલ બેકેલ્યુરેટ કેરીયર-રીલેટેડ પ્રોગ્રામ – IBCP અંતર્ગત રજીસ્ટર થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરાશે.
આ તાલીમમાં ચાર ટ્રેનીંગ સેશન્સમાં સઘન તાલીમ આપશે. યુનિવર્સિટી સ્ટાર્ટઅપ સેલ અંતર્ગત પેનલ ડિસ્કશન પણ યોજાશે જેમાં આ ૩ દિગ્ગજો સાથે સંવાદ કરીને વિદ્યાર્થીઓ આ અનુભવીઓના ભાથામાંથી અમૂલ્ય જ્ઞાન મેળવશે. ઉદ્ઘાટન સમારોહમાં સંશોધન નિયામકશ્રી અને યુનિવર્સિટી સ્ટાર્ટઅપ સેલના ચેરમેન ડો. તીમુર આર. એહલાવત, એબીએમ કોલેજના આચાર્યશ્રી ડૉ. ઓ. પી. શર્મા સાહેબ, અસ્પી નુતન એકેડેમીના આચાર્યશ્રી અને આ પ્રોગ્રામના કોર્ડીનેટર નુઝ્હત ખાન તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરશે.




