જંબુસર 


પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જેવી ઘટના નુ જંબુસર નગર મા પુનરાવર્તન ના થાય તે માટે જંબુસર નગરપાલિકા હરકત મા આવી છે. અને મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી ની રાહબરી હેઠળ પાલિકા ની ટીમે નગર મા ફાયર એનઓસી તથા બીયુ પરમિશન જરૂરી હોય તેવી મિલ્કતો મા ચેકિંગ હાથ ધર્યુ હતુ.મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી તથા તેમની ટીમે હાથ ધરેલ ચેકિંગ દરમ્યાન નગર ની બ્રાઇટ લેન્ડ પબ્લિક સ્કૂલ (ઈંગ્લીસ માધ્યમ ), બસેરા ગેસ્ટ હાઉસ,સીટી ગેસ્ટહાઉસ, વેલકમ ગેસ્ટહાઉસ સહિત રહેવાની સુવિધાઓ ધરાવતી તાજ હોટલ તથા કલાઉડ હોટલ મા ફાયર એનઓસી તથા બીયુ પરમિશન નહી હોવાનુ જણાઈ આવતા મુખ્ય અધિકારી સહિત ની ટીમે ઉપરોક્ત મિલ્કતો ને સીલ મારી દેતા નગર મા ચકચાર વ્યાપી ગઈ હતી.અને પાલિકા એ અપનાવેલ કડકાઈ ભર્યા અભિગમ ના પગલે ફાયર એનઓસી તથા બીયુ પરમિશન નહી ધરાવતા મિલ્કત ધારકો મા ગભરાટ ની લાગણી પ્રવર્તી છે. મુખ્ય અધિકારીએ હાથ ધરેલ ઝુંબેશ બાબતે જણાવ્યુ હતુ કે નગર મા ફાયર એનઓસી તથા બીયુ પરમિશન જરૂરી હોય તેવી તમામ સંસ્થાઓ, શોપિંગ સેન્ટરો, મિલ્કતો મા પાલિકા ધ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામા આવશે અને ચેકિંગ દરમ્યાન ક્ષતિ જણાઈ આવશે તો જેતે મિલ્કત પાલિકા ધ્વારા સીલ કરવામા આવશે.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ



