નયારા એનર્જી લી.-વાડીનારનુ અવિરત યોગદાન

પશુપાલનથી ખેડૂત ઉત્કર્ષ
જામનગર (ભરત ભોગાયતા)
બાયફ સંસ્થા દ્વારા જામનગર જીલ્લાના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકામાં કુલ મળીને ૩૦ જેટલા ગામોમાં ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પશુપાલન અને પશુપાલન દ્વારા ખેડૂત અને ખેતીના વિકાસ સાથે ગ્રામીણ વિકાસમાં કાર્યરત છે. જેમાં નયારા એનર્જી લિમિટેડ, કંપનીના સામાજીક વિકાસના દાયિત્વ અંતર્ગત ચાલતા ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમના ભાગરૂપે જામનગર જિલ્લાનાં મોડપુર ગામમાં કાફ રેલિનું અયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પશુપાલકોને જાગૃત અને પ્રોત્સાહિત કરવા સાથે પશુપાલન થકી તેમની આવકમાં વધારો કરવો અને સારી ઓલાદના પશુઓનું સંવર્ધન કરવાનો હતો.
આ કાર્યક્રમમાં ડોક્ટર દાદુભાઈ બંધિયા અને લાલપુર થી ડોક્ટર અંકીતભાઈ પટેલે હાજરી આપી ખેડૂતોને માર્ગદર્શન અને પશુપાલન વ્યવસાય અને પશુઓની દેખભાળ અને સારસંભાળની માહિતી આપી હતી.
બાયફ સાથેના મેનેજર મહેશભાઈ નરોડે દ્વારા સંસ્થાની કામગીરી અને પ્રોજેક્ટ બાબતે માહિતી આપી.નાયરા કંપનીના સી.એસ.આર વિભાગના અધિકારી નિતીસ દ્વારા કાર્યક્રમની સફળતા અને પ્રોજેક્ટના હેતુ બાબતે માહિતી આપી હતી જ્યારે આ કાર્યક્રમ નું સંચાલન બાયફ સંસ્થાના અનોપસિહ ઝાલા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં ખેડૂતો સાથે પ્રશ્નોતરી કરવામાં આવેલ..
આ કાર્યક્રમમાં બીજદાનથી જન્મેલા પાડી અને વાછરડીની હરીફાઈ રાખવામાં આવેલી હતી. જેમાં પશુ ચિકિત્સક દ્વારા કાફ રેલીમાં હાજર પશુઓની તપાસ કરવામાં આવી ત્યારબાદ સૌથી સારા સ્વસ્થ તંદુરસ્ત અને દૂધ ઉત્પાદન માં વધારો કરી સકે એવા પશુઓને ૧ થી ૩ નંબર આપવામાં આવેલ. અને તે પશુઓના માલિકોને પશુ સંવર્ધન જાળવણી અને નીભાવમાં તકેદારી રાખવા બદલ પ્રોત્સાહિત કરવા ભેટ સોગાદો આપવામાં આવેલ. આ રેલીમાં કુલ ૩૦ જાફરાબાદી પાડી અને ૨૦ ગીર ગાયની વાછરડી ઓ સાથે ખેડૂતોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં ગામનાં સરપંચ, આગેવાનો, સરકારી પશુચિકિત્સક, ગામનાં પશુપાલકો,નયારા સી.એસ.આર ટીમ અને બી. આઈ.એસ.એલ.ડી ની
ટીમ સાથે ગ્રામજનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા નયારા કંપની ના સી.એસ.આર. ટીમ માંથી વિકાસ અને અવિનાશ રાવલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ અને મોડપર ગ્રામ પંચાયત ગામના આગેવાનો અને બાયફ ટીમનો ખુબજ સહકાર મળેલ.
__________________
ભરત જી.ભોગાયતા
પત્રકાર
8758659878
જામનગર




