NANDODNARMADA

રાજપીપળા ખામર ચોકડી પાસે જંતુનાશક દવાની દુકાનમાં ૨.૯૭ લાખની ચોરી

રાજપીપળા ખામર ચોકડી પાસે જંતુનાશક દવાની દુકાનમાં ૨.૯૭ લાખની ચોરી

ઠંડીનો લાભ લઈ ચોરો ૦૩ લાખ રૂપિયાની જંતુ નાશક દવાઓ, દવા છાંટવાના પંપો સહિતનો માલ ચોરી ગયા

હાઇવે રોડ ઉપર જ આવેલ દુકાનના તાળા તુટતા પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર પ્રશ્નાર્થ!!!

રાજપીપળા: જુનેદ ખત્રી

રાજપીપળાથી માત્ર પાંચ કી.મી. નાં અંતરે આવેલ ખામર ચોકડી પાસેની જંતુનાશક દવાઓ, સહિત ખેતીના ઓજારોના વેચાણ કરતી દુકાન ના તાળા તોડી રૂપિયા ૨.૯૭ લાખનાં સાધન સામગ્રીની ચોરી થયાંની ફરિયાદ આમલેથા પોલીસ મથકમા નોંધાતા પોલીસે ચોરી નો ભેદ ઉકેલવાની દિશામાં કાર્યવાહિ હાથ ધરી છે

મળતી માહિતી અનુસાર ખામર ચોકડી પાસે આવેલ એગ્રી બીઝનેસ સેન્ટર નામની દુકાનના સટલનાં તાળા તોડી દુકાનમા વેચવા માટે મુકેલ દવા છાંટવાના ૫૧ નંગ પંપ કિંમત રૂ. ૧,૨૯,૯૪૮ /- બોટ મશીન કિંમત ૪૫૦૦૦ /- તથા જંતુનાશક દવાઓ કિંમત રૂ ૧,૧૩,૪૦૨ /- મળી કુલ રૂપિયા ૨,૯૭,૩૫૦/- નો સામાન ચોરી ચોરો ફરાર થઇ ગયા હતા, દુકાનના તાળા તોડી ચોરી થયાની જાણ દુકાન માલિક યોગેશ ચીમનભાઈ પટેલને થતાં તેઓ એ આમલેથા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

ઉત્તરાયણની રાત્રે થયેલ ખામર ચોકડી પાસેની જંતુનાશક દવાઓ વેચતી આ દુકાન જ્યાં આવેલ છે તેનાથી થોડેક જ દૂર ચોકડી આવેલ હોયને આ ચોકડી પર પોલીસના પેટ્રોલિંગના વાહનો સતત ઊભા રહેતાં હોય છે, તેમજ ચોકડી પર બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે, તો શું કડકડતી ઠંડીનો લાભ લઇ ને ચોરટાઓ પોલીસ ને હાથતાળી આપી ગયા નું લોકો માં ચર્ચાનો વિષય બન્યો છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!