Rajkot: વાવેતર કરેલા પાકનો સર્વે કરી ઓનલાઇન એન્ટ્રી કરવા માગતી વ્યક્તિઓને તાલુકા પંચાયતનો સંપર્ક કરવા સૂચના

તા.૧૨/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સમગ્ર રાજ્યમાં અને રાજકોટ જિલ્લામાં Agristack – Digital crop survey પ્રોજેકટ સમગ્ર જિલ્લામાં ખરીફ – ૨૦૨૪માં ખેડુતોએ વાવેતર કરેલ મગફળી, કપાસ, સોયાબીન, દિવેલા, મગ, અડદ, તુવેર, તલ, મરચા, શાકભાજી, ઘાસચારાના પાકો, બાગાયતી પાકોનો ડિજિટલ ક્રોપ સર્વે એપ્લીકેશન મારફતે ૩૨૦૬૪૧ સર્વે નંબરોમાં ખેડુતોએ વાવેતર કરેલ પાકોનો સર્વે કરવામાં આવેલ હતો.
હવે રવિ સીઝન – ૨૦૨૪માં પણ ખેડુતોએ વાવેતર કરેલ પાકો જેવા કે ઘઉં, ચણા, જીરૂ, ધાણા, ડુંગળી, લસણ, શાકભાજી, ઘાસચારાના પાકો, બાગાયતી પાકોનો ડિજિટલ ક્રોપ સર્વે એપ્લીકેશન મારફતે સર્વે તા. ૧૫/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧/૨૦૨૫ સુધી ખેડુતોએ વાવેતર કરેલ રવિ પાકોનો સર્વે કરવાનો થાય છે. તે માટે ગામના વ્યક્તિ(સર્વેયર) જે ટેકનીકલ મોબાઇલ એપનો જાણકાર હોય અને ફિલ્ડમાં જઇ શકે તેવા વ્યક્તિ ને જે તે ગામના વ્યક્તિ(સર્વેયર)ને એક સર્વે નંબરનો સફળ સર્વે કરવા બદલ રૂપિયા ૧૦ મહેનતાણુ આપવામાં આવશે. તો Agristack – Digital crop surveyની કામગીરી કરવા માંગતા વ્યક્તિ જે તે તાલુકા પંચાયતમાં બેસતા વિસ્તરણ અધિકારી(ખેતી)નો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


