BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
બેન્ક ઓફ બરોડા ના સ્થાપનાના 118 મા વર્ષની નબીપુર બ્રાન્ચમાં ઉજવણી કરાઈ, મેનેજર અને સ્ટાફ સહિત ગ્રાહકોએ ઉજવણી મા ભાગ લીધો.

સમીર પટેલ, ભરૂચ
બેન્ક ઓફ બરોડા તેના સ્થાપનાના 118 મા વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે તારીખ 19/07/2025 ને શનિવારના રોજ ભરૂચ જિલ્લાની નબીપુર ની બેન્ક શાખામાં પણ તેની ઉજવણી કરાઈ હતી. જેમાં બેન્ક મેનેજર અને બેન્ક સ્ટાફ સહિત માનવનતા ગ્રાહકોએ ભાગ લીધો હતો. નબીપુર બેન્ક બ્રાન્ચ છેલ્લા 55 વર્ષથી નબીપુર ગામ ખાતે કાર્યરત છે જે દર વર્ષે આ દિવસની ઉજવણી કરે છે. બેન્ક મેબેજરે બેંકની પ્રગતિનો ચિતાર આપ્યો હતો અને બેન્ક વધુ ને વધુ પ્રગતિ કરે તેવી અપેક્ષા સેવી હતી. ઉજવણીના સમારંભમાં ઉપસ્થિત બેંકના ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.



