બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સિંઘના માર્ગદર્શન હેઠળ તા.૧૨ થી ૧૪ ઓકટોબર દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ યોજાઈ. આ ત્રિ-દિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન નેત્રંગ તાલુકાનાં ૦ થી ૫ (પાંચ) વર્ષની વય મર્યાદાના ૧૩૩૦૧ જેટલા બાળકોને આવરી લેવામાં આવ્યા હતા.
નેત્રંગ તાલુકામાં પોલિયો ઝુંબેશના પ્રથમ દિવશે એટલે કે, ૧૨ મી ઓકટોબરે, રવિવારે ૬૦ બુથ પર પોલિયોનાં ટીંપા પિવડાવવામાં આવ્યા. બીજા અને ત્રીજા દિવસે ઘર-ઘર રસીકરણ, ટ્રાન્ઝીટ ટીમ, મોબાઈલ ટીમ (હાઈરીસ્ક વિસ્તાર, ઇંટોના ભઠ્ઠા, શેરડી કટીંગ, ઝુંપડપટ્ટીઓ, જંગલો અને બાધકામ ચાલતા હોય તેવા) વિસ્તારોમાં બાકી રહેલા બાળકોને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પોલિયોનાં બે ટીંપા પીવડાવવામાં આવ્યા હતા.