કાલોલ બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે હિરેન સિંહ ગોહિલ અને ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાઠોડ નો વિજય.

તારીખ ૧૯/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ વકીલ મંડળની ૨૦૨૪-૨૫ ના વર્ષ માટે કમિટીના નવા હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં કાલોલ કોર્ટ માં પ્રેક્ટિસ કરતા કાલોલ વકીલ મંડળ માં નોંધાયેલા તમામ સીનીયર વકીલ અને જુનિયર વકીલ મિત્રો હાજર રહેલા અને વર્ષ ૨૦૨૪-૨૫ માટે કાલોલ વકીલ મંડળ ના નવા હોદેદારોની આજરોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં કાલોલ વકીલ મંડળ ના પ્રમુખ પદે વકીલ પ્રમુખ હિરેન એ.ગોહિલ અને ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જી.રાઠોડ,મંત્રી કાંતીભાઇ એમ સોલંકી,સહમંત્રી કલ્પેશ એ સોલંકી,કારોબારી સભ્ય સુરેશભાઇ વી.મકવાણા ચુંટાયા હતા જ્યારે રીન્કેશકુમાર એસ.શેઠ ની અગાઉ ખજાનચી તરીકે બીનહરીફ નિમણૂક કરવામાં આવી હતી આજરોજ યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તમામ વકીલ મંડળ ના સિનિયર તથા જુનિયર વકીલ મિત્રો એ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી ને વકીલો ના હીતો રક્ષણ થાય અને દરેક પરિસ્થિતિ કે વકીલો ના પ્રશ્નો નુ નિરાકરણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી અને નવા હોદ્દેદારો એ પણ વકીલ ઓને ખાત્રી આપી હતી અને વકીલો ના હીતો નું વકીલો નું સન્માન જળવાય વકીલો ની સામાજિક આર્થિક આકસ્મિક પરિસ્થિતિ માં વકીલોના પડખે ઊભા રહી સાથ સહકાર આપવા નો વિશ્વાસ આપ્યો. અને આવીજ રીતે વકીલો ની એકતા જળવાઈ રહે તે બાબતે ખાતરી આપી. નવા હોદ્દેદા૨ો એ કાલોલ વકીલ મંડળ ના સિનિયર તથા જુનિયર વકીલ મિત્રો નું હૃદય પુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.






