BHARUCHNETRANG

નેત્રંગ-વાલીયા રોડ પરથી પસાર થતા રોયલ્ટી વગર અને ઓવરલોડ માટી ભરેલ ૨ હાઇવ ટ્રક પ્રાંત અધિકારીએ ઝડપી નેત્રંગ પોલીસને હવાલે કર્યા.

 

બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે તા.૧૭મી ડિસેમ્બરના રોજ ઝઘડીયાના પ્રાંત અધિકારી નેત્રંગ મામલતદાર કચેરીની મુલાકાત માટે બપોરના ૨ થી ૩ ના સમય ગાળામાં વાલીયા થી નેત્રંગ તરફ આવી રહ્યા હતા. આ સમયે વાલિયા તરફ થી નેત્રંગ તરફ બે હાઇવ ટ્રકોમાં ઇંટોના ભઠામાં વપરાતુ પોણું (માટી) ભરેલ રોયલ્ટી વિનાની ઓવરલોડ હાઇવા ટ્રકો પસાર થતી માલુમ પડી હતી. જેમાં (૧) ટ્રક નંબર જીજે -૧૬ – એવાય- ૧૬૨૨ અને (૨) ટ્રક નંબર જીજે-૧૬-એવાય-૪૧૫૯ જે બંન્ને હાઇવા ટ્રકોને અટકાવી તપાસ કરાતા (૧) રોયલ્ટી પાસ (૨) ગાડીની આર.સી બુક (૩) ડ્રાઇવર લાયસન્સ તેમજ જરુરી સાધનિક કાગળો રજુ થયેલ નથી. ટ્રક ના ડ્રાઇવરો ટ્રકો રોડ પર છોડી ફરાર થઇ ગયા હતા. રોયલ્ટી વિનાની અને ઓવરલોડ જણાયેલ ટ્રકો નેત્રંગ પોલીસ સ્ટેશનના હવાલે નાયબ કલેક્ટરે કરતા ધોળે દિવસે ખનીજ ચોરી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો.

Back to top button
error: Content is protected !!