બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
ઝઘડિયા-નેત્રંગમાં બિસ્માર બનેલ રસ્તાઓ મુદ્દે ધારાસભ્ય રીતેશ વસાવાને મળેલ રજૂઆતને પગલે તેઓએ નેત્રંગ તાલુકામાં ૬ અને ઝગડિયા તાલુકાના ૧૪ કુલ મળીને ૨૦ રસ્તાઓ અંગે સરકારમાં રજુઆત કરી હતી.જેને પગલે 23 કરોડથી વધુના ખર્ચે 20 માર્ગો મંજુર કરવામાં આવ્યા છે.જે રસ્તાઓનું ધારાસભ્ય રિતેશ વસાવાનાં વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.
આઝાદી બાદ અત્યાર સુધી નહી બનેલાં માર્ગોનું ખાતમુહુર્ત કરવામાં આવતાં તાલુકાવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. તમામ લોકોએ ધારાસભ્ય રિતેશ વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો.


