BHARUCHJHAGADIYA

ભોપાલ ખાતે 52મા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ઝઘડીયા તાલુકાના પ્રાથમિક શાળા નવા ટોઠીદરા ની—સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ પ્રોજેક્ટ બન્યું સૌનું આકર્ષણનું કેન્દ્ર”

“52મું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન – ભોપાલમાં ગુજરાતનો ગૌરવ વધાર્યું

 

ભોપાલ ખાતે 52મા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ઝઘડીયા તાલુકાના પ્રાથમિક શાળા નવા ટોઠીદરા ની—સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ પ્રોજેક્ટ બન્યું સૌનું આકર્ષણનું કેન્દ્ર”

 

 

 

ભોપાલ, મધ્યપ્રદેશ—

18 થી 23 નવેમ્બર 2025 દરમિયાન ભોપાલ ખાતે 52મું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું. સમગ્ર ભારતમાંથી નાના વૈજ્ઞાનિકોએ પોતાની નવીન કૃતિઓ રજૂ કરી, જેમાં ગુજરાત રાજ્યમાંથી માત્ર 8 પ્રોજેક્ટની પસંદગી થઈ હતી.

આ પસંદ કૃતિઓમાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની પ્રાથમિક શાળા નવા ટોઠીદરાની નવપ્રવર્તનાત્મક કૃતિ—”સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ” સમગ્ર પ્રદર્શનનું આકર્ષણ બની રહી.

આ પ્રોજેક્ટના પ્રથમ મોડલમાં, લાઇટના થાંભલા પર કરંટ ઉતરે ત્યારે

લાઇટ અને સાઉન્ડ એલર્ટ

મારફતે આસપાસના લોકોને તરત ચેતવણી મળી રહે,

જેથી અકસ્માતો અટકાવી માનવ જીવનને સુરક્ષિત રાખી શકાય.બીજા મોડલમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી હતી,

જેનાં દ્વારા જો કોઈ થાંભલો તૂટી પડે તો તેની તાત્કાલિક લોકેશન સાથેની જાણ GEB સુધી તરત જ પહોંચે, જેથી ટેકનિકલ કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે.

આ નવીન અને સુરક્ષા આધારિત પ્રોજેક્ટ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું. અનેક મહાનુભાવોએ આ કૃતિની દિલથી પ્રશંસા કરી.

પ્રોજેક્ટ પાછળના બાળ વૈજ્ઞાનિકો—

🔹 ભાવિક માછી

🔹 જૈનિલ પટેલ

અને તેમના માર્ગદર્શક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ

એ ભરપૂર ઉત્સાહ અને મહેનતથી પ્રસ્તુતિ આપી, ભરૂચ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

આ સફળતા પાછળ શાળાના તમામ સ્ટાફ, ગૃપાચાર્ય, CRC–BRC વિભાગ, તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ, ડાયટ પરિવાર તેમજ તાલુકા અને જીલ્લા શિક્ષક સંઘના સતત સહકારની ભૂમિકા રહી છે.

આચાર્ય દિલીપભાઈ સોલંકીએ તમામનો આભાર વ્યક્ત કર્યો અને બાળકોને ભવિષ્યમાં પણ આ જ પ્રકારનું પ્રોત્સાહન મળતું રહે તેવી આશા વ્યક્ત કરી.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!