હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ૭૬ માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી

સમીર પટેલ, ભરૂચ
સાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે સૌપ્રથમ ગામમાં પ્રભાતફેરી કાઢી હતી.દીકરીને પ્રણામ દેશને નામ થીમ અંતર્ગત ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરી રોશનીકુમારી શૈલષભાઈ પટેલના વરદહસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.દીકરીને આચાર્ય નિલેશભાઈ અને સરપંચ નવનીતભાઈ દ્વારા સન્માનપત્ર, ટ્રોફી, શાલ આપી સન્માનિત કરવામાં આવી હતી. જ્યારે દીકરીના પિતાને પણ આ તબ્બકે સન્માનિત કર્યા હતા.નવી જન્મેલ દીકરીની સાથે માતાને પણ પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું.ગામના દાતાશ્રી કિરણભાઈ પટેલને પણ શાલ તેમજ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરી હતી. જેને ગામલોકો તાળીઓના તાલથી વધાવી લીધી હતી.બાળકો વિવિધ સ્પર્ધામાં વિજેતા થતાં બાળકોને પ્રમાણપત્ર તેમજ ગિફ્ટ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.પ્રાસંગિક ઉદબોધન શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કર્યું હતું.કાર્યક્રમનું સંચાલન શાળા શિક્ષક તેજસભાઈ પટેલએ કર્યું હતું. શાળાનો ચિતાર શિક્ષક નરેશભાઈએ આપ્યો હતો.ગામના નાગરિક મોહનભાઈ વસાવાએ બાળકોને નોટબુક તેમજ પેન્સિલ, રબર, બોલપેન આપી પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમને અંતે આભારવિધિ શાળાના શિક્ષક જનકભાઈ પટેલએ કરી હતી.




