
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ ગામ સહિત તાલુકા ભરમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની વિવિધ સરકારી કચરીઓ અને શૈક્ષણિક સંકુલોમાં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા.
નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ ના હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યું હતું. નેત્રંગ વન વિભાગની કચેરી ખાતે આર.એફ.ઓ. એમ.એફ.દિવાનના હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યું હતું.
નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર અને પી.એમ.શ્રી કન્યા શાળા ખાતે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પેરા લીગલ વોલેન્ટિયર અને એલ.એલ.બી અભ્યાસ કરતી દિકરી વૈશાલી ગઢવીવૈશાલીબેન કનુભાઈ ગઢવીના હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે શાળા દ્વારા દીકરીનું સન્માન પત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું
હતું



