રાજપારડી એમઈએસ નૂરાની હાઇસ્કુલ ખાતે ૭૮ મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી.
વિદ્યાર્થીઓ દ્વારા શાળાથી બિરસા મુંડા ચોક સુધી રેલી યોજી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી .
જેમાં ડૉક્ટર ફરહીન વાઝા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું
ભારતની આઝાદીના પહેલા દિવસને યાદ કરવા માટે આપણે દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવા સાથે જ એ બધા મહાન નેતાઓના બલિદાનોને યાદ કરીએ છીએ જેમણે ભારતની આઝાદી માટે પોતાની આહુતી આપી. ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. આઝાદી પછી આપણને આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિમાં તમામ મૂળભૂત અધિકારો મળ્યા.ભારતમાં ઘણાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે તે પૈકીનો એક ભારતના ઈતિહાસનો મહત્વ દિવસ એટલે 15 મી ઓગસ્ટ. આ દિવસે ભારત બ્રિટીશોની 200 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો હતો. તેથી આ ગૌરવપૂર્ણ દિવસને સમગ્ર ભારતમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે શાળા, કોલેજ, સરકારી કચેરી, તેમજ અનેક જાહેર સ્થળે ભારતના ધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવે છે.ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે સ્વતંત્ર દિવસ નિમિત્તે એમ.ઈ.એસ નૂરાની હાઇસ્કુલ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો જેમાં ડૉક્ટર ફરહીન વાઝા ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ધ્વજવંદન કરી ત્યાર બાદ શાળા ના તમામ વિદ્યાર્થી ઓ શિસ્તબધ રીતે શાળા એ થી રાજપારડી બિરસામુંડા ચોક સુધી રેલી કાઢી હતી શાળા ના આચાર્ય જતીન પરમાર દ્વારા રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડા ને ફૂલહાર પહેરાવી બાળકો દ્વારા બિરસા મુંડા ચોક ખાતે પિરામિડ કરવામાં આવ્યું હતું જય જવાન જય કિશાન ના સૂત્રોચાર કરી વિવિધ કાર્યક્રમ યોજાયા હતા 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે શાળામાં ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી શિક્ષક ગણ,ગામના આગેવાનો ઉપસ્થિત રહી ધ્વજ વંદનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
ઈરફાન ખત્રી
રાજપારડી