BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લામાં ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહનું ૯૨.૧૧ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૦૯ ટકા પરિણામ જાહેર

ભરૂચ- ૮૩.૬૩ ટકા, અંકલેશ્વર- ૭૯.૦૦ ટકા , ઝાડેશ્વર-૮૩.૩૮ અને જંબુસર- ૭૦.૧૬ ટકા   

ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ કેન્દ્રનું પરિણામ થવા-૯૮.૮૪ ટકા

***

ભરૂચ – ગુરૂવાર :-  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા થયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન/સામાન્ય પ્રવાહનું આજે તા. ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ પરિણામ જાહેર થયું છે. જેમાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ભરૂચ જિલ્લાનાં કુલ ૭૪૧૧ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૬૮૨૬ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જે પૈકી ૫૮૫ વિદ્યાર્થીઓ અનુતીર્ણ થયા છે. જિલ્લાનું પરિણામ ૯૨.૧૧ ટકા આવ્યું છે. વર્ષ ૨૦૨૪ પરીક્ષામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૭૪૧૧ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં ૫૧-A1, ૫૫૩-A2, ૧૪૨૩-B1, ૨૧૧૧-B2, ૧૮૦૩-C1, ૮૨૭-C2, ૫૬-D2, ૦૨-E1 N.I -૬૧૦વિદ્યાર્થીઓના ગ્રેડ આધારિત પરિણામ પ્રાપ્ત કર્યુ છે.

જ્યારે જિલ્લામાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાનાં કુલ ૩૦૪૪ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૨૪૩૮ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જિલ્લાનું પરિણામ ૮૦.૦૯ ટકા આવ્યુ છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૩૦૪૪ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં ૧૩-A1, ૧૯૧-A2, ૩૮૯-B1, ૫૭૮-B2, ૬૦૪-C1, ૫૪૦-C2, ૧૨૩-D, ૦-E1 વિદ્યાર્થીઓના ગ્રેડ આધારિત પરિણામ પ્રાપ્ત કર્યુ છે. તે તમામને જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હાર્દિક શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવે છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ ભરૂચની એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!