BHARUCHBHARUCH CITY / TALUKO

દેરોલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ મા ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર છાત્રોનો સન્માન સમારોહ યોજાયો, છાત્રોને ઇનામો એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું…

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના દેરોલ ખાતે મદ્રેસા હૉલમાં ભરૂચ જિલ્લાના ધોરણ ૧૦ અને ૧૨ માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને ઈનામો એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયતોથી, ત્યારબાદ ઈલ્યાસ પટેલે ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. દેરોલ હાઇસ્કૂલની બાળાઓએ સુંદર સ્વાગત ગીત રજુ કર્યું હતું. ત્યારબાદ ઇબ્રાહિમ બાજીભાઈએ જણાવ્યું હતું કે ભરૂચ વર્લ્ડ વ્હોરા ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરવાળા તેમજ અન્ય હોદ્દેદારોની તેઓએ પ્રશંસા કરી હતી. અને તેઓનું સ્વાગત કર્યું હતું. ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬ મા વર્ષમાં પ્રવેશ કરતા તેઓની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. સ્કોલરશીપ પ્રાપ્ત કરનાર ને બિરદાવી તેઓની કારકિર્દી ઉજ્જવળ બને એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર છાત્રોમાં જે છાત્રો ટોપર થયા હતા તેઓને મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભરૂચ જિલ્લાના ભરૂચ, જંબુસર, આમોદ તેમજ કરજણ તાલુકાના વલણ અને.સાંસરોદ ગામની શાળાઓના છાત્રોએ બેગ્સ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વિસિટી ના આચાર્ય જય શ્રી બા ઝાલા એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભરૂચ વ્હોરા પટેલ ટ્રસ્ટ જે તેજસ્વી તારલાઓનું સન્માન કરે છે તે સરાહનીય છે. અભ્યાસ માટે એક પ્રેરણા મળશે લોકો માટે માર્ગદર્શક બન્યા છે. શિક્ષકોને જો કોઇ સન્માનિત કરતું હોય તો તે માત્ર ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ છે. છાત્રોને તેઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

અંક્લેશ્વર સ્થિત જેનીથ હાઇસ્કુલના ચેરમેન તેમજ ભરૂચી વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઇકબાલ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભરૂચ વ્હોરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એચ એસ સી અને એસ એસ સી માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર છાત્રોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.સાથે સાથે જે શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે તે શાળાના શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આયોજિત કાર્યક્રમમાં ૪૦૦ છાત્રો અને ૩૦૦ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. છાત્રોને સલાહ આપવમાં આવી કે મેડિકલ અને સી એ જેવા મહત્વના જે કોર્સ છે એ સિવાય આઇ ટી માં પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એવી અનુરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને ભરૂચ વ્હોરા ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરવાળા તેમજ ટ્રસ્ટીઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો…

 

Back to top button
error: Content is protected !!