વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૯ ઓક્ટોબર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ના મુખ્ય કાર્યકર્તાઓ દ્વારા નવલી નવરાત્રીના પાવન સાતમા નોરતે કચ્છના સુદૂર સરહદી વિસ્તારના વિવિધ ગામોના આપણા બાંધવો અનેક અભાવોની વચ્ચે ભારતીય સંસ્કૃતિને સાચવી મા શક્તિની આરાધના, સાધના, ઉપાસનારુપ નવરાત્રિ સહિત વિવિધ ઉત્સવો ઉજવી રહ્યા છે. ગઈકાલે આ સમરસતારુપ ઉત્સવમાં સહભાગી થવા ABRSM-ક્ચ્છ ટીમ દ્વારા ખાવડા પાસે આવેલ પ્રણવનગર, તુગા, જામ કુનરિયા અને મલુકવાસની નવરાત્રિ દરમિયાન મુલાકાત લઈ ત્યાના બંધુ-ભગીનીઓ સાથે માં શક્તિની આરાધના કરી ગરબે રમ્યા હતા. આ વિસ્તારના અંતરિયાળ તેમજ દૂરવર્તી વિવિધ ગામોમાં સંઘ (RSS) અને સેવા સાધના દ્વારા વિવિધ સેવાકીય પ્રકલ્પો ચાલી રહ્યા છે, જેને જોતા ખરેખર દેવ દુર્લભ સ્વયંસેવકોની સાધનાના દર્શન થતા હતા અને તેમને રુબરુ તે પાવન સેવા સ્થાને મળવાનો અવસર પણ પ્રાપ્ત થયો. આ તકે નવરાત્રી પ્રવાસ દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા, માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશભાઈ ગાગલ, સરકારી માધ્યમિક કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, ભુજ તાલુકા પ્રાથમિક સરકારી મહામંત્રી બળવંતભાઈ છાંગા,સેવા સાધના સંસ્થાના વ્યવસ્થાપક સુરેશભાઇ ગોરસિયા સહિત સંઘના કાર્યકર્તા જોડાયેલ હતા.