આહવાનાં સેન્દ્રીઆંબા ગામે ટેલિગ્રામ એપમાં લોભામણી લાલચ આપીને યુવક પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના સેન્દ્રીઆંબા ગામ ખાતે ટેલિગ્રામ એપમાં લોભામણી લાલચ આપીને યુવક પાસેથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવીને યુવક સાથે ઓનલાઈન સાઈબર ફ્રોડ કરવામાં આવ્યો હતો.જેને લઇને યુવકે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સેન્દ્રીઆંબા ગામ ખાતે રહેતો 21 વર્ષીય વિશાલ મનીરાવભાઈ ભોયેના મોબાઇલમાં ટેલિગ્રામ એપ ઉપર MALIK MUMBAI PRAIME નામની ચેનલ પર લીંક મોકલવામાં આવેલ હતી.જે બાદ યુવકનાં મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી વોટ્સએપ ગ્રૂપમા એડ થયા હતા.જેમાં GL BOOKING RATE LIST 1 RANK 3000.2 RANK 2000, 3 RANK 1000 નો મેસેજ નાખી ડ્રીમ ઇલેવન ગેમમા CONTEST જોઇન્ટ કરવાનું કહી CONTEST જીતી જશો તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી.જે લોભામણી લાલચમાં આવી જઈને યુવકે તેમાં મોકલેલી લીંકમા યુવકના ફોન-પે થી અલગ-અલગ ટ્રાંજેકશન કરાવી કુલ રૂ.૪, ૭૫૦/- ને છેતરપિંડી કરવામાં આવી હતી. જોકે બાદમાં યુવકને સાયબર ફ્રોડ થયેલ હોવાનું જણાય આવતા યુવકે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના સેન્દ્રીઆંબા ગામ ખાતે ટેલિગ્રામ એપમાં લોભામણી લાલચ આપીને યુવક પાસેથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવીને યુવક સાથે ઓનલાઈન સાઈબર ફ્રોડ કરવામાં આવ્યો હતો.જેને લઇને યુવકે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સેન્દ્રીઆંબા ગામ ખાતે રહેતો 21 વર્ષીય વિશાલ મનીરાવભાઈ ભોયેના મોબાઇલમાં ટેલિગ્રામ એપ ઉપર MALIK MUMBAI PRAIME નામની ચેનલ પર લીંક મોકલવામાં આવેલ હતી.જે બાદ યુવકનાં મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી વોટ્સએપ ગ્રૂપમા એડ થયા હતા.જેમાં GL BOOKING RATE LIST 1 RANK 3000.2 RANK 2000, 3 RANK 1000 નો મેસેજ નાખી ડ્રીમ ઇલેવન ગેમમા CONTEST જોઇન્ટ કરવાનું કહી CONTEST જીતી જશો તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી.જે લોભામણી લાલચમાં આવી જઈને યુવકે તેમાં મોકલેલી લીંકમા યુવકના ફોન-પે થી અલગ-અલગ ટ્રાંજેકશન કરાવી કુલ રૂ.૪, ૭૫૦/- ને છેતરપિંડી કરવામાં આવી હતી. જોકે બાદમાં યુવકને સાયબર ફ્રોડ થયેલ હોવાનું જણાય આવતા યુવકે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




