BHARUCHNETRANG

નેત્રંગ : મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર ટાઉનના એક મકાન માલિક સામે ગુનો નોંધાયો…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૨/૧૨/૨૦૨૪

 

નેત્રંગ પોલીસ દ્વારા મકાન ભાડુઆત સંબધિત જાહેરનામાનો ભંગ કરનાર નેત્રંગ ટાઉનના મકાન માલિક સામે ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નેત્રંગ પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવાની સૂચના અને માર્ગદર્શન થી મકાન ભાડુઆત સંબધિત જાહેરનામાનો ભંગ કરનાર મકાન માલિકો સામે કાર્યવાહી થઈ રહી છે. નેત્રંગ પોલીસની ટીમ વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં નોંધણી વિના અન્યને મકાન અને દુકાન ભાડે આપેલી હોય તેવા મકાન માલિકો સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

જાહેરનામાનાં ભંગ બાબતે હાલમાં નેત્રંગ પોલીસ તપાસ કરી રહી છે. રાજ્ય બહારના શખ્સો નેત્રંગ તાલુકાના ગામે-ગામ સ્થાનિક ભોળા મકાન માલિકો પાસેથી ઉંચા ભાડા આપી મકાનોમા દુકાનો ખોલી બે નંબરી ધંધાઓ દુકાનોની આડમા કરતા હોય છે. તે પૈકી કેટલાક ઈસમો દ્વારા ગુનાહિત પ્રવૃતિને અંજામ આપતા હોવાની દહેશત રહેલી હોય છે. જેને લઈ જીલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ મકાન દુકાન માલિકોએ પોતાના મકાનો દુકાનો ભાડે આપતા પહેલા સ્થાનિક પોલીસમાં આ બાબતે નોધ કરાવવાની હોય છે.

ત્યારે નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.વસાવાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ નેત્રંગ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જીનબજાર પ્રેટોલ પંપ પાછળ આવેલ સોહન કોમ્પલેક્ષ ખાતે આવતા એક મકાનમાં ભાડેથી રહેતા ઇસમને તેનું નામ પુછતા‍ તેણે પોતાનું નામ પ્રિન્સ વિનોદ રાજપુત હાલ રહે.નેત્રંગ અને મુળ રહે.મુંબઇના હોવાનું જણાવ્યું હતું. અને તેને આ મકાનના માલિકનું નામ રાજેશ સોહનલાલ શાહ રહે.જવાહર બજાર દીપક સ્ટોર નેત્રંગના હોવાનું જણાતા મકાન માલિકનો સંપર્ક કરી તેની પાસે મકાન ભાડે આપ્યા બાબતનો ભાડા કરાર માંગતા તે મળેલ નહિ,તેમજ મકાન ભાડે આપતા સમયે સ્થાનિક પોલીસમાં કોઇ નોંધ નહિ કરાવી હોવાનું પણ જાણવા મળેલ. પર પ્રાંતિય ઇસમને મકાન ભાડે આપી પોલીસમાં નોંધ નહિ કરાવીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોઇ પોલીસે સદર મકાન માલિક રાજેશભાઇ સોહનલાલ શાહ રહે.નેત્રંગના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

નેત્રંગ પોલીસે જાહેરનામાના ભંગ બાબતે કડક હાથે કામગીરી શરૂ કરાતા પ્રરપાંતીયના લોકોને મકાન દુકાન ભાડે આપનારાઓમા ફફડાટ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!