JETPURRAJKOT

જેતપુરમાં રેન્જ આઈ.જી. ની અધ્યક્ષતામાં યોજાયો લોક દરબાર 

તા.૧૩ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અપાયા આદેશ

વ્યાજખોરોથી ત્રસ્ત અનેક સહપરિવાર ફરિયાદ કરવા આવ્યો

ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહેલા વ્યાજખોરોના આતંક બાબતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર રાજયમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અનુસંધાને ગુજરાત રાજ્ય7 પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગાંધીનગરની સુચનાથી તા.05/01/2023 થી તા.31/01/2023 સુધી સમગ્ર ગુજરાત રાજયમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપતા ઈસમો વિરૂધ્ધ ખાસ ઝુંબેશ નું આયોજન કરવામાં આવેલ છે.

તે અંતર્ગત રાજકોટ જીલ્લાના જેતપુર પટેલ સમાજ વાડી ખાતે પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના અશોકકુમારની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તેમજ જીલ્લા પોલીસની આગેવાનીમાં એક વિશાળ ’લોક દરબાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીગલ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ તેમજ સામાન્ય પ્રજાજનોને ખોટી રીતે રંજાડતા ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી થઇ શકે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

જેમાં ભોગ બનનાર લોકોએ ‘લોક દરબાર’ માં હાજર રહી આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ મૌખિક ફરીયાદ કરી હતી. આ બાબતે પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કડક કાર્યવાહી કરવા જેતે પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ લોકદરબાર માં જેતપુર,ધોરાજી,જામકંડોરણા તેમજ વીરપુર વિભાગના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો, રાજકીય અગ્રણીઓ, સામાજીક કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!