
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા થવા ખાતે SPC(સ્ટુડન્ટ પોલીસ કેડેટ) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય SPC શિબિરનું ઉદ્ઘાટન ડીવાયએસપી અને નોડલ અધિકારી ગાંગુલી અને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતીબા રાવલના હસ્તે કરવામાં આવ્યુ હતું. થવા ખાતે યોજાયેલ આ કેમ્પમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ૯૫૦ જેટલા એસપીસીના કેડેટ ભાગ લઈ રહ્યા છે. આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ થકી શિસ્ત વગેરેના પાઠ ભણાવવામાં આવશે.
આ ભવ્ય કેમ્પમાં જિલ્લાના અલગ અલગ તાલુકાઓના અલગ અલગ પોલીસ સ્ટેશન સીપીઓ વગેરે પણ ફરજ બજાવી રહ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા અને નોડલ અધિકારી ગાંગુલીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ પાંચ દિવસ સુધી થવા ખાતે ચાલશે. થવાના ગ્રામ નિર્માણ કેળવણી મંડળ દ્વારા કેમ્પના ૯૫૦ વિદ્યાર્થીઓ માટે રહેવા માટે વિનામૂલ્યે સુવિધા આપવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ, DYSP ગાંગુલી, માનસિંહ માંગરોલા, યોગેશ જોશી અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા
હતા.


