હાલોલ -પ્રેમિકાને કરવું હતું પ્રેમી સાથે લગ્ન પણ પ્રેમી ઉંમરમાં હતો નાનો,હાલોલ અભયમ ટીમે સમગ્ર મામલાનું કર્યું સમાધાન
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૫.૨૦૨૫
હાલોલ તાલુકાના એક ગામમાંથી મહિલા હેલ્પ લાઈન માં એક પીડિતા નો કોલ આવેલ કે તેઓ ને કોઈ યુવક સાથે અફેર હોય અને તે યુવક સાથે લગ્ન કરવા માગતાં હોય પરંતુ તેઓના પરિવારએ લગ્ન નો ઇન્કાર કરતા સમજાવા માટે 181 અભયમ હાલોલ પાસે માં મદદ માંગતા ટીમ મદદે પહોંચી હતી.અને પીડિતા ને મળી તેઓનું કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે તેઓને 6 મહિનાથી તે યુવક સાથે અફેર હોય.બંને એક બીજા સાથે લગ્ન કરવા માગતાં હોવાથી તે યુવક પ્રેમિકા ના ઘરે લગ્ન નું માગું લય ને આવેલ.તેથી પ્રેમિકા નો પરિવાર તે યુવક ના ફેમિલી બેગ્રાઉન્ડ વિસે જાણવા માટે તેઓ ના ઘરે ગયેલ.પરંતુ યુવકના ઘર ની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પ્રેમિકાના પરિવારે લગ્નનો ઇન્કાર કરી દેતા તે પીડિતા તેમના પરિવાર ને ઝેરી દવા પીવાની ધમકી આપતી હતી જેથી 181. અભયમ હાલોલની ટીમે પ્રેમિકા તથા તેમના પરિવાર નું કાઉન્સિલિંગ કરતા પ્રેમિકા ની ઉંમર 19 હોય અને તે યુવક ની ઉંમર 18 વર્ષ હોય. તે યુવક ને લગ્ન માટે ઉંમર ઓછી હોવાથી હાલ થઈ શકે તેમ ના હોવાથી પ્રેમિકા તથા તેમના પરિવારને અને સામે પક્ષ ના યુવક ને ફોન દ્વારા પ્રાથમિક માહિતી આપીને સમજાવેલ.અને પ્રેમિકા ના પરિવારે જણાવેલ કે તેં યુવક ની લગ્ન ની ઉંમર થશે ત્યારે બંને પક્ષ ને રાજી ખુશી થી લગ્ન કરાવી આપશું તેવું જણાવેલ. તેથી પ્રેમિકા ને પણ પ્રાથમિક માહિતી આપેલ કે જ્યાં સુધી તે યુવક ની ઉંમર લગ્ન ને લાયક ન થાય ત્યાં સુધી શાંતિ રાખે અને ઝેરી દવા કે કોઈ પણ પ્રકાર નું ગલત પગલું ન ભરે તે વિશે સમજાવેલ અને સમાધાન કરાવ્યું હતું.