BHARUCHNETRANG

અંકલેશ્વર જીઆઇડીસીમાં ભારે વરસાદમાં 10 મી જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીમાં ભારે વરસાદમાં 10 મી જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ

તા.૩૧/૦૮/૨૦૨૪

 

અંકલેશ્વર જીઆઇડીસીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 10 મી જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અંકલેશ્વર શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 10 મો જન્માષ્ટમી મહોત્સવની ધાર્મિકતાથી પ્રારંભ કર્યો હતો. 70થી વધુ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, ધર્મપ્રેમીઓ સાથે લઈ શોભાયાત્રામાં જોડાયા હતા.ભરૂચ આરએસી ,અંક્લેશ્વર ડીવાયએસપી,સંતો ,ટ્રસ્ટીઓ અને અગ્રણીઓએ શ્રી કૃષ્ણ ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. નર્મદા નદી હાલ ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે. રથયાત્રાના પ્રસ્થાનથી લઈ પૂર્ણતા સુધી સતત વરસાદ વરસતો હતો છતાં જીઆઈડીસી એસ્ટેટ શ્રી કૃષ્ણ ભક્તિમાં રંગાયું હતું.

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના 5553 માં પૃથ્વી અવતરણ દિવસ શ્રાવણ વદ આઠમે સતત 10મા વર્ષે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરદાર ભવન ખાતે થી ગોકુળ આઠમને અનુલક્ષીને બપોરે 1 કલાકથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તેમજ અન્ય સમાજના લોકો અને કુલ મળી 70 જેટલી સંસ્થાઓ રથયાત્રામાં વિવિધ સેવાકીય કાર્યો અનુલક્ષીને પોતાની કૃતિઓથી સાંસ્કૃતિક અને ધાર્મિકતાથી સજ્જ રથ સાથે જોડાયા હતા. આ શોભાયાત્રા શ્રી સરદાર ભવન ખાતેથી ભરૂચ આરએસી એન આર ધાંધલ, ગંગાદાસ બાપુ રામકુંડ , ડો.કુશલ ઓઝા ડીવાયએસપી,હસમુખ દુધાત પ્રમુખ સરદાર પટેલ સેવા સમાજ,હિંમત સેલડીયા એઆઈએ પ્રમુખ,

અગ્રણીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. સરદાર ભવનથી વરસતા વરસાદે રથયાત્રા પ્રસ્થાન થઈ સાવન ચોકડી,નિયમ ચોકડી ,ગોલ્ડન ચોકડી,ગણેશ પાર્ક, સરદાર પાર્ક, સ્વામિનારાયણ મંદિર,માનવ મંદિર,શ્રી ગોવર્ધનનાથજી હવેલી,નવજીવન ગરબા ગ્રાઉન્ડ, પશુપતિનાથ મહાદેવ મંદિર,જલધારા ચોકડી ,શ્રી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયથી સાંજે 6:30 કલાકે સરદાર ભવન ખાતે પરત ફરી હતી .

સમગ્ર શોભાયાત્રાનું સમાજની આઇડી ઉપરથી યુટ્યુબ લાઈવ કરવામાં આવ્યું હતું.40 જેટલા રથમાંથી સંસ્કૃતિ,ધાર્મિક ,ઉત્કૃષ્ટ અને સારો શણગાર કર્યો હતો તેવા એકથી પાંચ નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જીઆઈડીસી એસ્ટેટ કૃષ્ણમ્ વંદે જગતગુરુના જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી કૃષ્ણના રંગે રંગાઈ ગયું હતું. .આ અવસરને સફળ બનાવવા માટે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ દુધાત,સેક્રેટરી દિનેશ ખુંટ,સાંસ્કૃતિક કમિટી ચેરમેન અતુલ પટેલ સહિત સમાજના હોદ્દેદારો તેમજ સભ્યોએ માઇક્રો પ્લાનિંગ કરી રથયાત્રાનુ સફળ સંચાલન કર્યું હતું .

Back to top button
error: Content is protected !!