હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી
સમીર પટેલ, ભરૂચ
નવરાત્રી એ માતાજીની આરાધનાનું પર્વ છે, જે ભક્તિ, સંગીત અને સંસ્કૃતિથી ભરપૂર હોય છે. સાહોલ શાળામાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ નવરાત્રી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.જેમાં વિધાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી હતી. માતાજીના થાળ બાદ સૌ એકત્રિત થયેલ ભકતોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ સફળતા પાછળ શિક્ષકોની અવિરત મહેનત અને આયોજનશીલતા રહેલી છે. તેઓએ ગરબા, વેશભૂષા સ્પર્ધાનું સુંદર આયોજન કર્યું હતું. જે વિધાર્થીઓના પ્રતિભા વિકાસ માટે ઉત્તમ સાબિત થયું.આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષકગણ જયંતિભાઈ,નરેશભાઈ, જનકભાઈના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો. તેમના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણે સંકલન, વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ આયોજન દ્વારા સમગ્ર મહોત્સવને યાદગાર બનાવ્યો. વિધાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા રંગીન ગરબા, માતાજીની આરતીના દ્રશ્યો સૌને ભાવવિભોર કરી દીધા.આ પ્રકારના ઉત્સવો શાળાના શૈક્ષણિક માહોલમાં આનંદ, એકતા અને સંસ્કૃતિની ભાવના જગાડે છે. શાળાનું સંચાલન અને શિક્ષકગણ આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.