
નરેશપરમાર.કરજણ –

સીમરી પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે કરવામાં આવ્યું
કરજણ તાલુકાના સીમરી ગામમાં ગુજરાત સરકાર દ્વારા રૂ. 2 કરોડના ખર્ચે મંજુર કરાયેલા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરજણ-શિનોર-પોર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અક્ષય પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું.
કરજણ તાલુકાના સીમરી ગામમાં ગુજરાત સરકાર દ્વારા રૂ. 2 કરોડના ખર્ચે મંજુર કરાયેલા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરજણ-શિનોર-પોર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અક્ષય પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બિરેન પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જિગ્નેશ વસાવા, તાલુકા શિક્ષણ અધિકારી અને અન્ય અધિકારીઓ, તાલુકા મહામંત્રી શ્રી વસંત રબારી, સીમરી ગ્રામપંચાયતના નવનિયુક્ત સરપંચ શ્રી નિમેશ પટેલ તથા ગ્રામપંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા..



