ભરૂચના પશ્ચિમ વિસ્તારની શુકુન બંગ્લોઝમાં સાઉન્ડ સીસ્ટમ સ્લો કરવા કહેવા જતા એકને મારમારતા મોત નીપજ્યું…


સમીર પટેલ, ભરૂચ
હાર્ટ પેસેન્ટ આધેડે સાઉન્ડ સીસ્ટમ ધીમા અવાજે વગાડવાનું કહેતા પાડોશી યુવતી અને બીજા બે શખ્સોએ આધેડને મારમારતા પોલીસ મથકે ફરીયાદ દાખલ વેળાએ જ ઢળી પડતાં તબીબોએ મરણ જાહેર કર્યા
પાડોશી યુવતીએ ફોન કરી તેના ફિયોન્સી ને બોલાવી આધેડને મારમારતા મોત થયું હોવાથી હત્યાની ફરીયાદ દાખલ..
ગજાલા અને મોહમદસોબાન ઇમ્તિયાઝ શેખ ના ડિસેમ્બર મહિનામાં લગ્ન હોવાનું પણ જાણવા મળ્યું છે જોકે ગજાલા સાસરીમાં જવાના બદલે હવે જેલમાં જશે..
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં દહેગામ ચોકડી નજીક શુકુન બંગ્લોઝમાં હાર્ટના દર્દીએ પાડોશીને સાઉન્ડ સીસ્ટમ ધીમા અવાજે વગાડવાનું કહેતા પાડોશી યુવતીએ તેના ફિયોન્સી ને ફોન કરી બોલાવી હાર્ટના દર્દીને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચતા હાર્ટના દર્દી પોલીસ મથકમાં જ ઢળી પડતાં સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોકટરોએ મૃત જાહેર કરતાં સમગ્ર મામલાની તપાસ પોલીસે શરૂ કરી હતી.
બનાવ અંગે પોલીસે તપાસ મુજબ ઐયુબભાઈ ઈબ્રાહીમભાઈ પટેલ ઉંમર વર્ષ.પ૦ નાઓ શુકુન બંગ્લોઝ સોસાયટીમાં રહેતા હોય અને તેઓ પોતે હાર્ટ પેસેન્ટ હોય જેના કારણે સોસાયટીના પાડોશી યુવતી પોતાના ઘરમાં સાઉન્ડ સીસ્ટમ મોટા અવાજથી વગાડતા હોય તે બાબતે તેમને સાઉન્ડ સીસ્ટમ ધીમા અવાજે વગાડવા બાબતે તોકવા જતાં ગજાલાએ ફોન કરી મોહમ્મદસોબાન ને બોલાવી ઐયુબભાઈ પટેલને ગજાલા, મોહમ્મદ સોબાન અને એક ૧૫ વર્ષીય કિશોર એ માર મારતા તેઓ નજીકના પોલીસ મથકે ફરીયાદ કરવા પહોંચતા ફરીયાદ લખાવતી વેળા અચાનક ઢળી પડતા તેમની સાથે રહેલા મુનીરભાઈએ ઐયુબભાઈ પટેલને સારવાર માટે ખાનગી વાહન મારફતે ભરૂચ સીવીલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબોએ ઐયુબભાઈ પટેલને મરણ જાહેર કર્યા હતા અને ઐયુબભાઈ પટેલને છાતીના ભાગે મુકકા મારતા તેઓને ગંભીર ઈજાના કારણે મોત થયું હોવાના આક્ષેપ થતાં પોલીસે મૃતકને મોસમોર્ટમ અને પેનલ મોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું કારણ જાણવા સાથે તપાસ શરૂ કરી હતી. જો કે પોલીસે મોસમોર્ટમ રિપોર્ટ આવતા ગજાલા, મોહમદસોબાન ઇમ્તિયાઝ શેખ, અને ૧૫ વર્ષીય કિશોર એ મરણ જનાર ઐયુબભાઇને છાતીના ભાગે વધુ પડતો ઢીકા પાટુનો માર મારેલ જેના લીધે મરણ જનાર ઐયુબભાઇના ફેફસા તથા હૃદય ફાટી જતા શરીરમાં લોહી પ્રસરી જતા હત્યાની કલમનો ઉમેરો કરી દેવા સાથે તપાસનો ધમધમાટ શરૂ કરી મોહમદસોબાન ઇમ્તિયાઝ શેખ ની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
માત્ર સાઉન્ડ સીસ્ટમનો અવાજ ઓછો કરવા બાબતે ટોકવા બાબતે પ૦ વર્ષીય આધેડે જીવ ગુમાવવો પડયો હોય એ બાબત ગંભીર હોવાના કારણે હુમલાખોરોને હવે પોલીસનો કોઈ ડર રહયો નથી તેવું લોકો માની રહયા છે. આરોપી ગજાલા અને મોહમદસોબાન ઇમ્તિયાઝ શેખ ના ડિસેમ્બર મહિનામાં લગ્ન હોવાનું પણ જાણવા મળ્યું છે જોકે ગજાલા અને મોહમદસોબાન લગ્ન મંડપ માં જવાના બદલે હવે સીધા જેલમાં જશે..
હાલતો સામાન્ય લોકો એમ પણ કહી રહ્યા છે કે હવે સામાન્ય બાબતોમાં જો નવયુવાનો આવીજ રીતે લોકોને મારમારી મોતને ઘાટ ઉતારી દેતા હોય તો લોકોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી જેથી પોલીસે પણ આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર જરાય રહી છે.



