BHARUCHNETRANG

તિરંગા યાત્રા અનુસંધાને નેત્રંગ મામલતદાર કચેરી ખાતે મીટીંગ યોજાય.

નેત્રંગ નગર મા આજે બપોરે બે વાગે તિરંગા યાત્રા ભક્ત હાઈસ્કૂલ થી પ્રસ્થાન કરશે.

 

 

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૨/૦૮/૨૦૨૪

 

૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ સ્વાતંત્ર્ય દિન નિમિતે સરકારશ્રી થકી અનેક કાર્યક્રમો યોજાય રહ્યા છે. “હર ઘર તિરંગા” ના અભિયાન ની સાથે સાથે દરેક ગામ નગરોમા ભવ્ય તિરંગા યાત્રા યોજાય તેવા સરકારશ્રીનો અભિગમને લઈ ને નેત્રંગ મામલતદાર રીતેશ કોકણી ની અધ્યક્ષતામા આજે ૧૨મીના રોજ મામલતદાર કચેરી ખાતે તાલુકાના અધિકારીઓ, શાળા કોલેજ ના આચાર્ય, તાલુકા પંચાયત પ્રમુખ, સભ્યો સામાજીક સંગઠનનાં આગેવાનો સાથે તા.૧૩મી ને મંગળવાર ના રોજ બપોર ના બે કલાકે તિરંગા યાત્રા નુ આયોજન કરવામા આવ્યુ છે. જેનો રુટ શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કુલ થી શરુ થશે જે જીન બજાર, મંગળવારી હાટ બજાર, ગાંધી બજાર , જલારામ ફળીયુ, ગ્રામ પંચાયત સેવાસદન, સ્ટેશન રોડ, જવાહર બજાર, ચાર રસ્તા થઈ, તાલુકા સેવાસદન થઈ ભક્ત હાઈસ્કૂલ પરત ફરશે, આ તિરંગા યાત્રામા લોકો સહભાગી થાય તેના અનુસંધાને આ મીટીંગ યોજવામા આવી હતી.

Back to top button
error: Content is protected !!