ભરૂચ ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ – SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પાટીદાર સ્નેહમિલન યોજાયું…
ભરૂચ ખાતે થી લાલજીભાઈ પટેલની ફરી થી સરકારને લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા બાબતે હાંકલ...

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૨/૧૨/૨૦૨૪
તારીખ ૩૦/૧૧/૨૦૨૪ ને શનિવાર ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે BAPS સ્વામીનારાયણ મંદિર હોલ ઝાડેશ્વર ભરૂચ ખાતે SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પાટીદાર સ્નેહમિલન યોજાયું…
કાર્યક્ર્મની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. જે બાદ સમાજની દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલનું ભરૂચ જિલ્લા SPG ના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ ભરૂચ જિલ્લાના નિવૃત્ત થયેલ પાટીદાર સમાજના સૈનિકોનું પણ ઉપસ્થિત આગેવાન દ્વારા સાલ, સન્માન પત્ર અને પુષ્પગુચ્છ આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં.
આ તબક્કે રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો હતો કે પાટીદાર સમાજનું મજબુત સંગઠન ભરૂચ જિલ્લામાં નિર્માણ થાય. તેમજ પાટીદાર સમાજની દીકરીઓ જે ભાગીને લગ્ન કરે છે તે લગ્ન નોંધણીના સુધારો કરવામાં આવે… સરકાર સામે પાછલા ત્રણ વર્ષ થી જે શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા જે લડત ચલાવવામાં આવી રહી છે જેમાં સરકાર વહેલામાં વહેલી તકે એવો કાયદો બનાવે કે કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ ધર્મની દિકરી માતા-પિતા ને પૂછ્યા વગર લગ્ન કરે તે કાયદો મજબુત હોવો જોઇએ અને આ કાયદાનો સુધારો કરવા માટે આ પાટીદારો ભેગા થયાં છે. તેમજ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે જો લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં દરેક સમાજ અને જ્ઞાતિના લોકો સાથે રાખી આંદોલન કરવામાંની વાત કરી હતી.
તેમજ વધુમાં જણાવ્યું કે SPG માં સંગઠનમાં રૂપિયા ૧૨૦૦/- માં જે લાઇફ ટાઇમ મેમ્બરશિપ દ્વારા કોઈ પણ પાટીદાર પરિવાર ભરૂચ જિલ્લામાં આર્થિક રીતે નબળા હોય એમને લાખો રૂપિયાની મદદ કરવા માટે આજે ગામ ગામ અને શહેરમાં દરેક પરિવાર સુધી પહોંચવા માટે આજે મોટી સંખ્યામા SPG ભરૂચ દ્વારા આયોજીત આ સ્નેહ મિલનમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેનાર ભાઈઓ બહેનોનો, સમાજના અગ્રણીઓ, ઉધોગપતિઓ, SPG ગુજરાત પ્રદેશનાં હોદ્દેદારો, ઝોનના અધ્યક્ષો, જિલ્લા, તાલુકાના અને શહેરના હોદ્દેદારો, જિલ્લા કારોબારી ટીમ અને સમગ્ર આ કાર્યક્રમનું ટૂંકા સમયમાં આટલું મોટુ અને સુચારુ આયોજન કરવામાં બદલ ભરૂચ જિલ્લા SPG અધ્યક્ષ મનીષભાઈ પટેલ તેમજ તેઓની ટીમને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.


