GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOMORBIMORBI CITY / TALUKOWANKANER

GANDHINAGAR:ગાંધીનગર ખાતે કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા WER (ToT) વર્કશોપમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હંસાબેન પારધી અને જીજ્ઞાસાબેન મેર

 

GANDHINAGAR:ગાંધીનગર ખાતે કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા WER (ToT) વર્કશોપમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હંસાબેન પારધી અને જીજ્ઞાસાબેન મેર

 

 

ગાંધીનગર ખાતે કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા WER (ToT) વર્કશોપમાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારવા બે મહિલા ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી અને વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેરની પસંદગી કરવામાં આવી છે.
મહિલા સશક્તિકરણ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ક્યારેય માત્ર એક સૂત્ર રહ્યું નથી – તે તેમના અનુસરેલા અને ટેકો આપેલાં મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. મહિલાઓ માત્ર સહભાગીઓ જ નહીં પરંતુ વિકસિત ભારતને આકાર આપવામાં અગ્રેસર છે. રાજકારણમાં મહિલાઓને આગળ લાવવાની વાત હોય, ચૂંટણીમાં તેમનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનું હોય કે પછી આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની વાત હોય, તેમનો અભિગમ મહિલાઓની આગેવાની હેઠળના વિકાસમાં જ હતો. મહિલાઓ પ્રતીકાત્મક ભૂમિકાઓથી આગળ વધે અને નેતૃત્વના મહત્ત્વના હોદ્દા પર આવે એવા હેતુથી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હાલ કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા મહીલા જન પ્રતિનિધિઓના ક્ષમતા નિર્માણ માટે રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાન (SIRD), અમદાવાદ થકી ગુજરાત રાજ્યના દરેક જિલ્લા માંથી ચૂંટાયેલા બે મહિલા પ્રતિનિધિઓ માટે તારીખ : ૧/૧૨/૨૦૨૫ થી ૨/૧૨/૨૦૨૫ ના રોજ ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM), પંડિત દીનદયાળ યુનિવર્સિટી, રાયસણ, ગાંધીનગર ખાતે ૨ દિવસિય WER (ToT) વર્કશોપના આયોજનમાં માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!