BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ ખાતે પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને વર્ષાઋતુ અંગેની પૂર્વ તૈયારીઓ સંદર્ભે સમીક્ષા બેઠક મળી

ભરૂચ- બુધવારઃ- વર્ષાઋતુ અંગેની પૂર્વ તૈયારી સંદર્ભે આજરોજ પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને
આયોજન ભવન ભરૂચના સભાખંડમાં સમીક્ષા બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિને પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું
હતું. અને જિલ્લા વહીવટીતંત્રની તમામ કામગીરીનું આયોજનની સાથે એ-આઈ બેઝ તૈયાર કરાયેલી ઈ – રેવા એપ વિશે માહિતગાર
કરી વહીવટીતંત્રની તૈયારીઓની વિગતો આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર, વાવાઝોડું અને આકસ્મિક વરસાદની સંભાવનાને
પહોંચી વળવા જિલ્લા તંત્ર દ્નારા થયેલા આગોતરા આયોજન અંગેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે,સબ ડિવિઝન પ્રમાણે
આકસ્મિક સંજોગોમાં કેવા પગલાં લેવા એ બાબતે પણ સમિક્ષા કરી પોતાનો રોલ આપી તમામ અધિકારીઓને તેમને જવાબદારી
સોંપાઈ ગઇ છે. પૂર જેવી સ્થિતિમાં લોકોને સાવચેત કરવા અને મળેલ આગાહીની લોકો સુધી કઈ રીતે પહોંચાડવી, જાનહાની કે
માલની નુક્શાની નિવારવા તમામ જરૂરી પગલાં, બચાવ રાહત કામગીરી માટે બોટ, હોડી, તરવૈયાઓની યાદી, સ્વૈચ્છિક સંસ્થાઓની
યાદી સંપર્ક માહિતી સાથે અસરગ્રસ્ત ગામોના લોકોને કયા સ્થળે સ્થળાંતર કરાવવું, ભવિષ્યમાં જરૂર પડે ફુડ પેકેટ અને શુધ્ધ પાણીની વ્યવસ્થાનું આયોજન, પશુ જાનહાની માટે સર્વે ટીમ, ડી વોટરીંગ પંપના સેટ, વાવાઝોડ – પૂર અંગેની ચેતવણી મળ્યેથી માછીમારો દરિયામાં માછીમારી માટે જાય નહીં તેનું આયોજન, જિલ્લાની તમામ ડ્રેનેજ લાઈન તથા કાંસો સફાઈની કામગીરી વિશે, વર્ષાઋતુ સાથે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા આનુસંગીક સાધન સામગ્રી સાથે જિલ્લા વહીવટીતંત્રની તમામ ઝિણવટભરી માહિતી આપી હતી.
પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ બેઠકમાં તબક્કાવાર દરેક વિભાગ હસ્તકની કામગીરીની વિસ્તૃત ચર્ચા કરી હતી.
મોન્સુન અને ફ્લડ દરમિયાન દરેક વિભાગે કરવાની થતી કામગીરીનું ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. દરેક વિભાગે પોતાના
હસ્તકની કામગીરી જવાબદારીપૂર્વક અને સતર્કતાથી અને ટીમ વર્કથી પાર પાડવાની અધિકારીઓને તાકીદ કરી હતી.
વધુમાં, વર્ષાઋતુ/પૂર દરમિયાન કોઈ રોગચાળો ન ફેલાય તે અંગે તકેદારી રાખી સ્વાસ્થ્યના તાકીદના પગલાં લેવા અને
શહેરમાં સ્વચ્છતા રાખી, રોગચાળો ના ફેલાઇ એ બાબતે ખાસ સૂચના આપી હતી. ફલ્ડ જેવી સ્થિતિમાં પીવાનુ આરોગ્યપ્રદ પાણી
મળે તેવી વ્યવસ્થા ગોઠવવા, મેડીકલ ટીમો, પૂરતી દવાઓનો જથ્થો, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટેનું આયોજન, ખેતીની
જમીન પાકને નુકશાન થયેલ હોય તો તે અંગે સર્વેની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી કરવા, ખેતીની જમીન પાકને નુકશાન થયેલ હોય તો તે અંગે સર્વેની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી કરવા, ફલડ જેવી પરિસ્થિતિમાં સાવચેતી રાખી અગમચેતીના પગલાં લેવાની
સલાહ આપી હતી.
બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ, અંકલેશ્વર નગરપાલિકા,
જિલ્લા પોલીસ વડાશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલ, જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ,
તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના અધિકારીગણ, સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણશ્રીઓ ઉપસ્થિત રહ્યા
હતા.
***

 

Back to top button
error: Content is protected !!