MORBI મોરબીના શનાળા ગામ નજીક ટ્રકમાં કોલાસની આડમાં રાજકોટ લઈ જવાતો દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી લીધો

MORBI મોરબીના શનાળા ગામ નજીક ટ્રકમાં કોલાસની આડમાં રાજકોટ લઈ જવાતો દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી લીધો
મોરબી શનાળા ગામ પાસે આવેલ મેડીકલ કોલેજ સામે રોડ ઉપરથી કોલસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો બોટલો નંગ-૬૬૯૬ કિ.રૂ.૮૯,૩૨, ૮૦૦ /-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૦૯,૩૨,૮૦૦ /- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, કંડલા બાયપાસ તરફથી એક ટાટા ટ્રક નંબર- GJ-10-2-7822 વાળી રાજકોટ તરફ જનાર છે. જે ટ્રકમાં કોલસાની બોરીઓની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ બાતમીના આધારે શનાળા ગામ પાસે આવેલ રાજપર ગામ તરફ જવાના રસ્તે આવેલ પોલીસ ચોકી સામે રોડ ઉપર વોચમાં હતા દરમિયાન બાતમીવાળી ટ્રક નિકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ડ્રાઇવરે પોતાની ટ્રક રોકેલ નહી જેથી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના અધિકારી/કર્મચારીઓ સાથે ખાનગી તથા સરકારી વાહનમાં આ ટ્રકનો પીછો કરતા ટ્રક ડ્રાઇવર પોતાની હવાલા વાળી ટ્રક GJ-10-Z -7822 જે શનાળા ગામથી આગળ રાજકોટ તરફ જતા હાઇવે રોડ ઉપર મેડીકલ કોલેજની સામે રેઢી મુકી ખેતર તથા બાવળની ઝાડીનો લાભ લઇ નાશી ભાગી ગયેલ જે ટ્રકમાં તપાસ કરતા કોલસાની ભુકી ભરેલ બોરીઓ હોય જે બોરીઓની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ હોય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૬૬૯૬ કિ.રૂ.૮૯,૩૨, ૮૦૦ /-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૦૯,૩૨,૮૦૦ /- નો મુદામાલ મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.







