GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકામાં સમિતિઓની રચના: બાંધકામથી લઈ આરોગ્ય સુધી 17 સમિતિના ચેરમેનોની વરણી.

તારીખ ૦૨/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

લાંબી આતુરતા બાદ આખરે કાલોલ નગરપાલિકામાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત જિલ્લા હોદ્દેદારો અને નગરના ભાજપ મંડળના હોદ્દેદારો અને પાલીકા પ્રમુખની ઉપસ્થિતિમાં સંકલન બેઠકમાં ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લાની સૂચના મુજબ સંકલન બેઠક યોજીને સમિતિઓના અધ્યક્ષોની વરણી કરવામાં આવી છે.આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય, પ્રભારી, જિલ્લાના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ, ભાજપ નગર પ્રમુખ અને મહામંત્રીએ સંકલન કરીને નામો નક્કી કર્યા હતા. જેમાં નિયુક્ત થયેલા સમિતિ અધ્યક્ષો માં બાંધકામ શાખા સમિતિ અર્જુનભાઈ છત્રાભાઈ રાઠોડ, પાણી પુરવઠા સમિતિ કમલેશકુમાર વાડીલાલ પંચાલ,ટાઉન પ્લાનર સમિતિ શૈફાલીબેન અંકુરભાઈ ઉપાધ્યા,15% વિવેકાધીન સમિતિ નફીસાબાનુ મહંમદહનીફ મન્સુરી,આરોગ્ય શાખા સમિતિ યુવરાજસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ,સ્વર્ણિમ ગુજરાત સમિતિ કેયાબેન તુષારકુમાર શાહ,દિવાબત્તી સમિતિ પ્રતિક અશોકકુમાર ઉપાધ્યાય,વાહન વ્યવહાર સમિતિ પારુલબેન સંજયભાઈ પંચાલ,15મું નાણાપંચ સમિતિ આશિષકુમાર સુંદરલાલ સુથાર,સાંસ્કૃતિક-રમતગમત સમિતિ અંજનાબેન રોહિતકુમાર પારેખ,કરવેરા સમિતિ શમીમાબાનુ મહંમદરફીક શેખ,સાંસદ/ધારાસભ્ય સમિતિ આશિષકુમાર સુંદરલાલ સુથાર,વ્યવસાય વેરા સમિતિ અંજનાબેન રોહિતકુમાર પારેખ,આયોજન ગ્રાન્ટ સમિતિ કમલેશકુમાર વાડીલાલ પંચાલ,ભૂગર્ભ ગટર સમિતિ પ્રતિક અશોકકુમાર ઉપાધ્યાય,મહેકમ સમિતિ રાધાબેન મહેશકુમાર રાણા અને સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ મંજુલાબેન સમીરભાઈ ભાભોરની વરણી કરવામાં આવી છે.ત્યારે આ સમિતિઓની રચનાથી હવે કાલોલ શહેરના વિકાસ કામો, આરોગ્ય, પાણી, બાંધકામ સહિતની કામગીરી વધુ ઝડપથી થવાની આશા છે. આ માહિતી કાલોલ ભારતીય જનતા પાર્ટી મંડલ અધ્યક્ષ કલ્પેશભાઈ પારેખ દ્વારા આપવામાં આવી હતી.

 

Back to top button
error: Content is protected !!