BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં થાઈ સ્પાના નામે ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, AHTU ના દરોડામાં બે ઝડપાયા, ત્રણ યુવતીઓ મુક્ત

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના સ્ટેશન રોડ જેવા ધમધમતા વિસ્તારમાં સ્પા અને મસાજ પાર્લરના ઓઠા હેઠળ ચાલતા કુટણખાનાનો પોલીસની સ્પેશિયલ ટીમે પર્દાફાશ કર્યો છે. ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એ બાતમીના આધારે સુપર માર્કેટ પાછળ આવેલા આંબેડકર શોપિંગ સેન્ટરના પ્રથમ માળે કાર્યરત પીપી થાઈ સ્પા પર લાલ આંખ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી.ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ ટીમે પ્લાન ઘડીને એક ડમી ગ્રાહકને સ્પામાં મોકલ્યો હતો, જ્યાં મસાજની આડમાં દેહવ્યાપારનો કાળો કારોબાર ચાલતો હોવાની પુષ્ટિ થતા જ પોલીસે ત્રાટકીને સ્થળ પરથી બે શખ્સોને દબોચી લીધા હતા, જ્યારે આ નરકદળમાં ફસાયેલી ત્રણ યુવતીઓને મુક્ત કરાવી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્પાના મેનેજર તનવીર મનાન શેખ અને સમીર અહમદ ફઝલુર રહેમાનની ધરપકડ કરી છે, જ્યારે સ્પાના માલિક અફરોઝ શેખ, સીમા ઉર્ફે શના શેખ અને દુકાન માલિક સામે પણ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. તપાસમાં પોલીસે અંદાજે 73,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરમાં સ્પાના નામે ચાલતી આવી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

Back to top button
error: Content is protected !!