વિજાપુર એપીએમસી માર્કેટયાર્ડ વિભાg-3 માં દશ દુકાનો અને વંદના એપીએમસી ઓફિસ ની લાઈન છ દુકાનો ઉપર તસ્કરો ત્રાટક્યા
ચોરોએ એકજ રાત માં વરસાદ નો સહારો લઇ 16 જેટલી દુકાનો ને નિશાન બનાવી
પોલીસે સ્થળ ઉપર આવી કાર્યવાહી હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એપીએમસી માર્કેટયાર્ડ વિભાગ -3 માં આવેલી દશ જેટલી દુકાનો માં મોડી રાત્રીએ તસ્કરો એ દુકાનો ના નકૂચા તોડી દુકાનો માં ગેરકાયદેસર પ્રવેશ કરી તિજોરી ઓ તોડી દુકાનો માંથી રોકડ રકમ રૂપિયા 5,18,900 /-ની ચોરી કરી અજાણ્યા ઈસમો લઈ ગયા ની પોલીસ મથકે દિનેશ ભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે.જયારે માર્કેટ યાર્ડ ના દરવાજા બહાર રોડ ઉપર ની 6 દુકાનો ના તાળા તસ્કરો એ તોડ્યા હતા.ખત્રી ભજીયા હાઉસ ની દુકાન માંથી ગલ્લા નો લોક તોડીરોકડ રૂપિયા 15,000/- ની ચોરી કરી લઈ ગયા હતા. જનો સીસી ફૂટેજ પોલીસે મેળવ્યો હતો જ્યારે બે જેટલી એકાઉન્ટન્ટ ની ઓફીસના દરવાજાઓ તોડી મોબાઈલ ઓફિસ કામ માટે મૂકેલો મોબાઈલ સહિત ઉઠાવી લઇ ગયા હતા આ અંગે પોલીસ ને જાણ કરવા માં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. માર્કેટ યાર્ડ ની દશ દુકાનોની તિજોરીઓ તોડી વેપાર માટે રાખેલી રોકડ રકમ કુલ રૂપિયા 518900/- ચોરી કરીને લઈ ની ફરીયાદ નોંધાઈ છે આ અગાઉ માર્કેટ યાર્ડ વિભાગ -2 માં ચોરીઓ થઇ હતી. પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી પરંતુ હજુ સુધી ચોરો પકડાયા નથી વેપારીઓને ન્યાય મળ્યો નથી ત્યાં ફરી માર્કેટયાર્ડ વિભાગ -3 ની દશ જેટલી દુકાનો તૂટી છે. જ્યારે માર્કેટ યાર્ડ ના દરવાજા પાસે આવેલ એક ખત્રી ભજીયા હાઉસ અને તેની સામે આવેલ તેલ ની દુકાન મેડા ઉપર આવેલ એકાઉન્ટસ ની બે ઓફિસ માંથી મોબાઈલ તેમજ બાજુ ની લાઈન ની ત્રણ દુકાનો ના તાળા તોડવા માં આવ્યા હતા. રાત્રીના સમયે સબ સલામત ની આલબેલ પોકારતી પેટ્રોલીંગ કરતી પોલીસ ની કામગીરી બનાવ ને લઈને નિષ્ફળ નીવડી છે. આ અગાઉ ટાવર ચોક જૂના બજાર માં પણ એકજ રાત્રી એ 10 દુકાનો તૂટી હતી. વેપારીઓ એ આવેદનત્ર પણ આપ્યું હતુ પરંતુ તસ્કરો પકડાયા નથી ગત રાત્રી એ પડેલા વરસાદ નો લાભ લઇ બે ફામ બનેલા તસ્કરો એ માર્કેટયાર્ડ વિભાગ -3 ની દશ દુકાનો અને માર્કેટ યાર્ડ દરવાજા પાસે ની રોડ ઉપર ની છ દુકાનો કુલ 16 જેટલી દુકાનો ના તાળા તોડી તસ્કરો એ પોલીસ સામે પડકાર ફેક્યો છે. પોલીસે વેપારીઓની ફરીયાદ અને મેળવેલા સીસી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી છે.