BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકાના મુલદ ટોલ પ્લાઝા નજીક ટ્રક અને ફોર વ્હિલ ગાડી વચ્ચે અકસ્માત- ફોર વ્હિલને નુકશાન

ઝઘડિયા તાલુકાના મુલદ ટોલ પ્લાઝા નજીક ટ્રક અને ફોર વ્હિલ ગાડી વચ્ચે અકસ્માત- ફોર વ્હિલને નુકશાન

અકસ્માત કરી નાશી ગયેલ ટ્રક ચાલક વિરૂધ્ધ ફોર વ્હિલ ગાડીના માલિકની પોલીસ ફરિયાદ

ઝઘડિયા તા.૭ ડિસેમ્બર ‘૨૫

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છાસવારે થતા અકસ્માતોને લઇને લોકો ચિંતિત બન્યા છે. તાલુકામાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પસાર થાય છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગ,સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ સહિત અન્ય ગ્રામીણ માર્ગો પર અવારનવાર નાનામોટા અકસ્માતો સર્જાય છે. આવોજ એક અકસ્માત હાલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુલદ ટોલ પ્લાઝા નજીક એક ટ્રક અને ફોર વ્હિલ ગાડી વચ્ચે થયો છે. આ અંગે ઝઘડિયા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ સુરત ખાતે રહેતા સિધ્ધાર્થ ભરતભાઇ જોષી તા.૫ મીના રોજ રાતના સાડા નવ વાગ્યાના સમયે તેમના ડ્રાઇવર સાથે ફોર વ્હિલ ગાડીમાં વડોદરા થઇને કેવડીયા જવા નીકળ્યા હતા. તેઓ રાતના સાડા બાર વાગ્યાના સમયે ઝઘડિયા તાલુકાના મુલદ નજીક ઓવરબ્રીજ પસાર કરીને ભરૂચ તરફ જઇ રહ્યા હતા,તે દરમિયાન ટોલ પ્લાઝા નજીક આવતા બાજુમાંથી પસાર થતી એક ટ્રકના ચાલકે તેમની ફોર વ્હિલ ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ફોર વ્હિલ ગાડીનો ડ્રાઇવર સાઇડ તરફનો ભાગ અંદર દબાઇ ગયો હતો.અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ ઉપરથી નાશી ગયો હતો.આ અકસ્માતમાં ફોર વ્હિલ ગાડીને નુકશાન થયું હતું. ઘટના સંદર્ભે ફોર વ્હિલ ગાડીના માલિક સિધ્ધાર્થભાઇ ભરતભાઇ જોષીએ અકસ્માત કરી સ્થળ ઉપરથી નાશી ગયેલ ટ્રક ચાલક વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!