ભરૂચની એબીસી ચોકડી નજીક એક મોપેડ ચાલક મહિલાને ટેન્કર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોપેડ પર સવાર માતા પુત્રી ને અડફેટે લેતા માતા અને પુત્રીનો જ ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું.
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર જીઆઇડીસીના દ્વારકા કેસ પાર્ક b 21 માં રહેતા માતા મધુ અંકિત પટેલ પોતાની પુત્રી પ્રીશા અંકિત પટેલને જીએનએફસી ખાતે સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા સ્પર્ધામાં ભાગ લીધા બાદ પોતાના ઘરે અંકલેશ્વર જતી વેળાએ એબીસી સર્કલ નજીક એક ટેન્કર ચાલકે તેમની ગાડી સાથે અકસ્માત કરતા બંને માતા- પુત્રી માર્ગ પર પટકાયાતા ટેન્કર તોતીંગ ટાયર નીચે કચડાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજયોગ હતું. ઉલ્લેખનીય છે કે ટેન્કર ચાલક અકસ્માત કરી ફરાર થઈ જવા પામ્યો હતો. અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોક ટોળું ઉમટી પડ્યું હતું. અકસ્માત સર્જાતા રોડના બંને છેડે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય હતી ઘટનાની જાણ થતા જ સી ડિવિઝન પોલીસમાં સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતકોનો કબજો મેળવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ ચલાવી છે. ઉલ્લેખનીય છે કે ઘટના બાદ ફરી એક વખત abc સર્કલ પર એક ટેમ્પા ચાલકે બાઈક સવારને પણ અડફેટે લીધો હતો.સદનસીબે આ અકસ્માતમાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો અવારનવાર એબીસી સર્કલ પર અકસ્માતોની ઘટના બને છે જે એક ગંભીર બાબત કહેવાય..