BHARUCHNETRANG

નેત્રંગ તાલુકાના કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણના નિવસ્થાને સંગઠન લક્ષી મિટિંગ યોજાઈ.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મહત્વના આગેવાનો સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સક્રિય કરવા માટે મહત્વપૂર્ણ સંગઠન લક્ષી મીટિંગ પૂર્વ લોકસભા ઉમેદવાર અને કોંગી નેતા શેરખાન પઠાણની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.જેમાં તાલુકા સ્તરે સંગઠન મજબૂતી, કાર્યકરો વચ્ચે સંકલન,જનસંપર્ક વધારવા તેમજ આવનારા કાર્યક્રમો અને જવાબદારીઓ અંગે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને તમામ આગેવાનો અને કાર્યકરોએ સંગઠનના હિતમાં એકતા, સમર્પણ અને સક્રિયતા સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ મિટિંગમાં વિપુલ વસાવા,ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્ર વસાવા, નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનોજ વસાવા, નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ વસંતભાઈ વસાવા,સરપંચ સુભાષ વસાવા,તાલુકા પંચાયત સભ્ય વિજય વસાવા, અશ્વિનભાઈ વસાવા, આરીફ કરીવાલા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!