BHARUCHBHARUCH CITY / TALUKO

અંકલેશ્વરમાં યોગી એસ્ટેટમાંથી અનઅધિકૃત કેમિકલનો જથ્થો ઝડપાયો:LCBએ ₹54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એકની ધરપકડ કરી, બે વોન્ટેડ

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ LCBએ અંકલેશ્વરની યોગી એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનમાંથી ગેરકાયદેસર કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં ₹54.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામ પાસેની યોગી એસ્ટેટમાં આવેલી ખુશ્બુ ડાય કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં અત્યંત જ્વલનશીલ કેમિકલ્સનો ગેરકાયદેસર જથ્થો અસુરક્ષિત અને ભયજનક રીતે સંગ્રહિત છે. આ ઉપરાંત, એક ટેન્કરમાંથી પાઇપ વડે બેરલો ભરી ગોડાઉનમાં સ્ટોર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી.
આ બાતમીના આધારે ભરૂચ LCBની ટીમે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી લોખંડ અને પ્લાસ્ટિકના 298 નંગ ભરેલા બેરલ, ટેન્કરમાં રહેલું 50,510 લિટર કેમિકલ અને 144 ખાલી બેરલ મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹33.32 લાખનું કેમિકલ અને અન્ય સામગ્રી સહિત ₹54.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ભડકોદ્રાના આદિત્ય નગર ખાતે રહેતા અક્ષય નટવર પરમારની ધરપકડ કરી છે. આ કેસમાં અશોક મણિલાલ ડંડ અને ઊર્મિલા ડંડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!