BHARUCHBHARUCH CITY / TALUKO
અંકલેશ્વર GIDC પોલીસે શંકાસ્પદ પાઇપ સાથે એક ઝડપ્યો:દેસાઈ ફાર્મ પાસેથી બાઈક સવાર જુનેદ બેલીમની ધરપકડ
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે શંકાસ્પદ પાઇપ અને મોટરસાઈકલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દેસાઈ ફાર્મ નજીક બાતમીના આધારે કરવામાં આવી હતી. પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ મોટરસાઈકલ પર શંકાસ્પદ પાઇપનો જથ્થો લઈ હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે દેસાઈ ફાર્મ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા. જોકે, તેણે આનાકાની કરતા પોલીસે શંકાસ્પદ પાઇપ અને બાઈક કબજે કર્યા હતા.
ધરપકડ કરાયેલ ઇસમની ઓળખ જુનેદ બેલીમ તરીકે થઈ છે, જે મૂળ નવા ગામ કરારવેલનો રહેવાસી છે અને હાલ કાપોદ્રા ગામની જકરિયા પાર્કમાં રહે છે.