
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકા પંચાયત કચેરીનો વહીવટ છેલ્લા કેટલાક વર્ષ થી ઇન્ચાર્જ ટીડીઓ થકી ચાલતો હતો,રાજ્ય સરકાર થકી આવનાર દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ની તાલુકા પંચાયત, જિલ્લા યોજાનાર ચુંટણીને અનુલક્ષી ને નેત્રંગ તાલુકા પંચાયત ખાતે રેગ્યુલર તાલુકા વિકાસ અધિકારી તરીકે નાયબ ચીટનીશ જિલ્લા પંચાયત નર્મદામાં ફરજ બજાવતા હરિશકુમાર રમેશભાઈ પટેલને તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન મળતા તેવોની નેત્રંગ ટી.ડી.ઓ તરીકે રેગ્યુલર નિમણુંક થતા તેવોએ ચાર્જ સંભાળતા તાલુકામાં આનંદ ની લાગણી ફરીવળી છે.



