BANASKANTHAGUJARAT

કાંકરેજના થરામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની ઉજવણી કરી..

કાંકરેજના થરામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની ઉજવણી કરી..

કાંકરેજના થરામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની ઉજવણી કરી..

રમઝાન ઈદનો ચાંદ રવિવારે સાંજે દેખાતા કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા શહેર અને આજુબાજુ વિસ્તારના મુસ્લિમ બિરાદરોએ આજરોજ તા. ૩૧/૦૩/૨૦૨૫ ને સોમવારના રોજ ઈદ – ઉલ – ફીર્ત (રમઝાન ઈદ) શાનદાર ની ઉજવણી કરવામાં આવી હતી.સવારે લીમડાવાસ,સિપાઈવાસ અને જૂનાગંજ વિસ્તારના મુસ્લિમ બીરાદરો નવા વસ્ત્ર પહેરી ખુશ્બુ અત્તર છાટી ઈદગાહમાં ઈદની ખાસ નમાઝ અદા કરવા તૈયાર કરી હતી અને સામુહિક દુવાઓ કરી હતી.નમાઝ બાદ મુસ્લિમ બીરાદરો એકબીજાને ગળે લગાડીને ઈદની મુબારક બાદી પાઠવી હતી.કબ્રસ્તાનમાં જઈને પોત પોતાના મર્હુમ (સ્વર્ગસ્થ)ની કબર ઉપર ફુલચડાવી ખાસ દુવાઓ કરી ખીર ખુરમા,પુરી સહિતની મીષ્ઠાનોની વાનગીની આપ-લે કરીને ઈદના તહેવારની શાનદાર રીતે ઉજવણી કરેલ. ઈદ ના તહેવારની ઉજવણી સુલેહ ભર્યા માહોલમાં ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થરા પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલીંગ કરી પુરેપુરો બંદોબસ્ત ગોઠવાયો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!